પીઠડીયા ટોલનાકાના કર્મીને ગડેચીપ આપી હત્યાનો પ્રયાસ કરનાર વિપુલ કાઠી નામના શખસને પોલીસે ઝડપી લઇ આકરી સરભરા કરી હતી. તેમજ બનાવ સ્થળે લઈ જઈ રિકન્ટ્રકશન કરાવાયું હતું. ફાસ્ટેગમાંથી ઓટોમેટિક પૈસા કપાઈ જવાથી કર ચાલક વિપુલ કાઠીએ કર્મચારી સાથે બોલચાલી કરી હુમલો કર્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ હાલ વિરપુરમાં સોનલ કૃપા ગેસ્ટહાઉસમાં રહેતો ને પીઠડીયા ટોલનાકામાં ટિકિટ કલેકટર તરીકે નોકરી કરતો ભાવેશ રમેશકુમાર પરમાર (ઉ.વ. ૨૧) નો યુવક ગત તા.૨૫ ના નોકરી ઉપર હતો ત્યારે રાત્રીના સાડા અગીયારેક વાગ્યે એક સ્કોર્પીયો કાર નીકળી હતી અને કાચ ઉપર લગાવેલા ફાસ્ટટેગમાં સ્કેન થતા રૂ. ૩૫ ઓટોમેટીક કપાઇ ગયા હતા. આથી સ્કોર્પિયો ચાલક વિપુલને પૈસા કપાયાની જાણ થતા તે સ્કોર્પિયો માંથી ઉતરી આવ્યો હતો અને તું મને ઓળખશ હું વિપુલ કાઠી રબારીકા વાળો છું તે મારી ફોરવ્હીલ ગાડીનો ટોલના પૈસા કેમ કાપી લીધાનું કહેતા યુવકે કહ્યું હતું કે, તમારી કારનું ફાસ્ટ ટેગ અમારા ટોલનાકાના સ્કેનરમાં ઓટોમેટીક સ્કેન થઈ જતાં રૂપીયા ઓટોમેટીક ટોલનું પેમેન્ટ થયું છે. આમ કહેતા વિપુલ ઉશ્કેરાયો હતો અને ગાળો આપવા લાગતા તેને ગાળો આપવાની ના પાડતા વધુ ગુસ્સે થઇ આજે તો તને મારી નાખીશ તેમ કહી, ઝાપઝપી કરી ગળાચીપ આપી હતી. માથાકૂટ થતા અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા અને યુવકને છોડાવ્યો હતો.
જતા જતા તારૂ નામ શું છે, આથી યુવકે મારુ નામ ભાવેશ પરમાર છે. બાદમાં જાતિ પૂછી ગાળો આપતા મેનેજર વનરાજભાઈ વાણવી સાથે મોબાઈલ ફોન ઉપર આ ભાઈની વાતચિત કરાવેલ બાદ ફરીથી મને થપ્પડ મારી ધમકી આપેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી વિરપુર પોલીસે તુરંત જ ગુનો નોંધી આરોપી વિપુલ કાઠીની ધરપકડ કરી આકરી સરભરા કરી પીઠડીયા ટોલનાકા પર લઈ જઈ રિકન્ટ્રકશન પણ કરાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application