રાજકોટ શહેર અને જીલ્લામાં હત્યા અને હત્યાના પ્રયાસના બનાવો છેલ્લા એક અઠવાડિયામાં વધુ જોવા મળ્યા છે, ચારેક દિવસ પહેલા રાજકોટમાં બે ભાઈઓની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. જયારે બે દિવસ પહેલા જંગલેશ્વર વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીકી હત્યાનો પ્રયાસ કરતા ગંભીર હાલતમાં સારવાર માં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે ગોંડલમાં પતિએ પત્નીને જાહેરમાં છરીના ઘા ઝીકી પતાવી દીધાનો બનાવ સામે આવ્યો છે.
ગોંડલમાં રહેતી પરિણીતાની ગઈકાલે સરકારી હોસ્પિટલ પાસે આવેલા માતાજીના મઢમાં માતાજીનો માંડવો હોય ત્યારે ઝનૂની પતિએ માંડવામાં જતી પત્નીને આંતરી આડેધડ છરીના ઘા ઝીકતા નાસભાગ મચી જવા પામી હતી. પરિણીતાને લોહી લુહાણ હાલતમાં પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા દમ તોડી દીધો હતો. બનાવના પગલે ગોંડલ પોલીસ દોડી ગઈ હતી. હત્યાના બનાવની પ્રા વિગત મુજબ વોરા કોટડા રોડ ઉપર પંચપીરની ધાર પાસે રહેતી મનીષાબેન દિનેશભાઇ ડાભી (ઉ.વ.૨૪)ની પરિણીતા ગઈકાલે સાંજે સરકારી હોસ્પિટલ પાસે આવેલા માતાજીના મઢે માંડવામાં જતી હતી ત્યારે પતિ દિનેશ ડાભીએ ત્યાં આવી તે માં સમાજમાં નાક કપાવ્યું છે, હત્પં તાં કાપી નાખીસ કહી છરી વડે તૂટી પડો હતો. છરીના હાથ,પેટ, છાતીમાં ઘા લાગી જતા મનીષા ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડતા પતિ હત્પમલો કરી નાસી છૂટો હતો. પરણીતાને તાકીદે ગોંડલ સરકારી હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મોત નીપયું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ હોસ્પિટલએ દોડી જઈ જરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. મૃતક મનીષા આઠ ભાઈ બે બહેનમાં ચોથા નંબરે હતી તેણીના લ પાંચ વર્ષ પહેલા દિનેશ સાથે થયા હતા અને સંતાનમાં એક દીકરો દીકરી છે. મૃતકના ભાઈ રવીના કેહવા મુજબ જમાઈ દિનેશને દાની ટેવ હોવાથી બહેન તેનાથી કંટાળી ચારેક દિવસ પહેલા કૌટુંબિક માસીસાઈ ભાઈ વિજય ઉર્ફે ભોલીયા સાથે બંને સંતાનોને લઇ અમદાવાદ ચાલી ગઈ હતી. બાદમાં અમને ફોન કરી તેડી જવાનું કહેતા અમે તેડી આવ્યા હતા. બહેન ભાગી ગઈ હતી તેનો ખાર રાખી પતિ દિનેશએ છરીથી હત્પમલો કરી હત્યા નિપજાવી છે. બનાવને પગલે ગોંડલ પોલીસે પતિને સંકજામાં લેવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech