મકરસંક્રાંતિના પર્વ પર શહેરના સદર બજાર વિસ્તારમાં ધમધમાટ રહેતો હોય છે. તો અહીં છાનેખૂણે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ પણ થતું રહેતું હોવાની ફરિયાદો મળતી રહે છે. ત્યારે પ્ર.નગર પોલીસે ઉત્તરાયણ પર્વ પૂર્વે જ અહીં સદર બજારમાં ચેકિંગ કાર્યવાહી શ કરી દીધી છે. દરમિયાન ગઈકાલે પોલીસે સદર બજાર પાસે ચાઈનીઝ દોરીની નવ ફીરકી સાથે એક શખસને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ પી.આર. ડોબરીયાની રાહબરી હેઠળ પી.એસ.આઇ આઈ.એમ.બેલીમ તથા ટીમ શહેરના સદર બજાર વિસ્તારમાં પ્રતિબંધિત દોરીના વેચાણને લઇ ચેકિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ તોફિકભાઈ મંઘરાને એક શખસ સદર બજાર પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે ઉભો હોવાની બાતમી મળતા પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ આફતાબ શાહબુદ્દીનભાઈ શેખ (ઉ.વ ૧૯ રહે. સદર બજાર, શ્રીકૃષ્ણ ચોક જુમ્મા મસ્જિદ પાછળ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસે રહેલ સામાન તપાસ કરતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની નવ ફીરકી મળી આવી હતી. જેથી આ શખસ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech