પોરબંદરના મેરીડીયન મલ્ટીપ્લેકસમાં ફિલ્મ જોવા આવેલા શખ્શે ટિકિટ બુકીંગ કલાર્ક પર હુમલો કરતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
પોરબંદરની એમ.ઇ.એમ. સ્કૂલ પાછળ રહેતા અને મેરીડીયન મલ્ટીપ્લેકસમાં ટિકિટ બુકીંગ કલાર્ક તરીકે નોકરી કરતા વિશાલ ગોપાલભાઇ સોરઠ દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલ મેરીડીયન મલ્ટીપ્લેકસ સિનેમામાં રેડ-ટુ ફિલ્મનો શો ચાલી રહ્યો છે અને તા. ૧૦-૫ રાત્રે ૯:૩૦ કલાકે શ્રેય રણજીત લાખાણી નામનો શખ્શ ફિલ્મ જોવા માટે આવ્યો હતો. સિનેમાઘરનો નિયમ છે કે કોઇપણ ગ્રાહક ફિલ્મ જોવા માટે આવે ત્યારે દરવાજા ઉપર તેનુ ચેકીંગ કરવાનું હોય છે અને પાનમાવા સહિત ચ્યુઇંગગમ જેવી વસ્તુ સાથે લઇ જવાની મનાઇ હોય છે
આથી મલ્ટીપ્લેકસના ગેટ ઉપર સીકયુરીટી સ્ટાફ ફિલ્મ જોવા આવેલાઓને ચેક કરતો હતો ત્યારે શ્રેય લાખાણીએ ‘હું ચેકીંગ નહીં કરવા દઉં’ એમ કહીને સીકયુરીટી સાથે ઉધ્ધતાઇ ભર્યુ વર્તન કર્યુ હતુ આથી તેને બુમો પાડવાની ના પાડતા ઉશ્કેરાઇ ગયો હતો અને બુમાબુમ થતા ટિકિટબુકીંગ કલાર્ક વિશાલભાઇ સોરઠ ત્યાં આવી જતા તેમની સાથે ઝપાઝપી કરીને ગાળો દઇ લાફો માર્યો હતો. આથી તેની સામે નોનકોગ્નીઝેબલ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા.૧૪ મે,૨૦૨૫ના રોજ ઔદ્યોગીક ભરતીમેળો યોજાશે
May 12, 2025 05:47 PMજાખર પાટીયા પાસે ટેન્કરમાંથી ૨૦ લીટર ડીઝલ કાઢી લીધુ
May 12, 2025 05:44 PMજામનગર જિલ્લામાં બે દિવસ ચીજવસ્તુઓ ખરીદવા લોકોની પડાપડી
May 12, 2025 05:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech