જામનગરમાં દેશી દારૂના જંગી જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

  • April 14, 2021 08:55 PM 

રણજીતસાગર રોડ પર પોલીસ ત્રાટકી: 800 લિટર દારૂ, ગાડી અને મોબાઈલ જપ્ત, ત્રણ શખ્સ ફરાર

તાજેતરમાં જ પંચકોશી બી દ્વારા જામનગર નજીકથી દેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડયો હતો, દરમિયાનમાં રણજીતસાગર રોડ પરથી ગાડીમાં 800 લિટર દેશી દારૂ લઈને નીકળેલા બેડેશ્વરના સખસને પકડી પાડી પુછપરછ કરતા અન્ય ત્રણના નામ ખુલ્યા હતા, પોલીસ દ્વારા કુલ 1.68 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી આગળ વધારી હતી.

જામનગરના બેડેશ્વરમાં હાડકાના કારખાના પાસે તથા ધૂવાવનાકુ કોળી વાસ ખાતે રહેતા જેસિંગ ચીના ઉચાળા ઉંમર વર્ષ 26 નામનો કોળી સખસ પોતાના કબજાની વીંગર ગાડી નંબર જીજે 06ડીક્યુ 0912માં દેશી દારૂની હેરાફેરી કરી વેચાણ અર્થે રાખીને રણજીતસાગર રોડ પર નીકળ્યો છે એવી હકીકત મળતા સીટી એ ડીવીઝન પોલીસે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.

દરમિયાન પોલીસે દરોડો પાડીને જેસિંગ કોળીને આશરે ૮૦૦ લિટર દેશી દારૂ તથા વીંગર કાર અને એક મોબાઇલ મળી કુલ 168000 ના મુદ્દામાલ સાથે પકડી લીધો હતો.

આ દેશી દારૂ ભાણવડ તાલુકાના કપુરડીનેસ ગામના અરજણ એ સપ્લાય કર્યો હતો, જ્યારે જામનગરના કોળી વાસમાં રહેતા સંદીપ અશોક પીપળીયા અને રણજીત નગરમાં રહેતો પ્રદીપ ઉર્ફે પદિયો જયંતીલાલ ખત્રી નામના શખ્સોએ દેશી દારૂ મંગાવી એકબીજાને મદદગારી કરી હતી. દરોડાની કાર્યવાહી સિટી એ, પીઆઇ જલુની સૂચનાથી પીએસઆઇ મોઢવાડીયા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતા, ચારેયની વિરુદ્ધ પ્રોહીબીશન મુજબ ગુનો નોંધીને તપાસ આગળ વધારી છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પોલીસ દ્વારા જામનગર નજીકથી દેશી દારૂનો જંગી જથ્થો પકડવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS