ધ્રોલમાં શરાબની 70 બોટલ સાથે એક શખ્સની ધરપકડ

  • July 02, 2021 01:33 PM 

તપાસમાં કચ્છ ગાંધીધામના સપ્લાયરનું નામ ખૂલ્યું

જામનગર શહેર-જિલ્લામાં સપ્તાહ દરમિયાન અંગ્રેજી શરાબનો જંગી જથ્થો જુદા જુદા વિસ્તારોમાંથી પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે, તાજેતરમાં ધ્રોલના લેયારામાંથી દારૂ ભરેલો ટ્રક મળી આવ્યો હતો દરમિયાનમાં ધ્રોલના ચામુંડા પ્લોટ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને એક શખ્સને દારૂની 70 બોટલ સાથે પકડી લીધો હતો.

જામનગર પંથકમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે, ડીજી ઓફિસથી આદેશો છૂટતા જિલ્લામાં દારૂની ડ્રાઈવ ની કામગીરી દરમિયાન અલગ અલગ વિસ્તારોમાંથી શરાબનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો, લેયારા, ગુલાબ નગર અને કાલાવડના નાના વડાળામાંથી જંગી શરાબની બોટલો સાથે લાખોનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

દરમિયાનમાં ધ્રોલના ચામુંડા પ્લોટ, બાલ મંદિર પાસે રહેતા ઈરફાન ઉર્ફે પપ્પુ અબ્દુલરઝાક રફાઈ ઉમર વર્ષ ચાલીસ નામના શખ્સે પોતાના રહેણાંક મકાનની ઓરડીમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો રાખી છે એવી હકીકત મળતા ધ્રોલ પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. રેડ પાડીને ઈરફાનને શરાબની 70 બોટલ કિંમત રૂપિયા 35 હજારના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.

પકડાયેલા શખ્સે દારૂની બોટલ વેચાણ અર્થે રાખી હતી તેમજ પૂછપરછ કરતાં ઇંગ્લિશ દારૂ કચ્છ ગાંધીધામના રંગસિંહ નામના શખ્સે આપી હોવાનું ખુલ્યું હતું, આથી બંનેની સામે પ્રોહીબીશન એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS