એચસીજી હોસ્પિટલ પાસે વૃધ્ધનો મોબાઈલ લૂંટી લેનાર શખસ ઝડપાયો

  • March 28, 2025 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એચસીજી હોસ્પિટલ પાસે વૃધ્ધનો મોબાઈલ લૂંટી લેનાર પુનિતનગરના ટાકા પાસે ઝૂંપડામાં રહેતા શખસને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ લૂંટ કરેલો મોબાઈલ કબ્જે કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

ચોરી-લૂંટ સહિતના અનડિટેકટ ગુનાના ભેદ ઉકેલવાની સાથે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સૂચનાને પગલે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગોંડલીયા, પીઆઈ એમ.એલ.ડામોર અને પીઆઇ સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.કે.મોવલીયા અને ટીમ ગુનાઓના ભેદ ઉકેલવા માટે કાર્યરત હતી ત્યારે તા.12ના રાત્રીના સમયે બળવંતભાઈ પ્રેમજીભાઈ બલદેવ (ઉ.;વ.77) નામના વૃધ્ધ મંદિરેથી દર્શન કરી ફોનની લાઈટ ચાલુ રાખી ઘર તરફ ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખસે વૃધ્ધને રોકી રીઅલમી કંપનીનો ફોન કી.રૂ.13000નો ઝૂંટીવી શખસ નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે વૃધ્ધએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી અજાણ્યા શખસની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચનના પો.હેડ.કોન્સ.સંજયભાઈ દાફડા, પો.કોન્સ.તુલસીભાઈ ચુડાસમા, સંજયભાઈ ખાખરીયાને સંયુક્ત બાતમી મળી હતી કે, મોબાઈલની લૂંટ કરનાર જામનગર હાઇવે પર પરાપીપળીયા, એકતા સોસાયટી પાસે હોવાની માહિતી મળતા ટીમે સ્થળ પર પહોંચી મુન્ના વરસી સોલંકી (રહે-પુનિતનગર, વાવડી રોડ)ને ઝડપી પાડી લૂંટ કરેલો મોબાઈલ કબ્જે લઈ આગળની કાર્યવાહી માટે ગાંધીગ્રામ પોલીસને સોંપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application