BREAKING NEWS

સોની વેપારી સાથે ૬૭.૨૬ લાખની ઠગાઈ કરનાર ઝડપાયો

  • April 24, 2026 09:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ  શહેરમાં  ગોંડલ રોડ પર દોશી હોસ્પિટલ પાસે રહેતા અને સોની બજારમાં જય ભવાની ડાયમેકર નામની પેઢી ધરાવનાર સોની વેપારી સાથે રૂ. ૬૭.૨૧ લાખની છેતરપિંડી વધાનો ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. ૧૫૦ ફૂટ રીંગ રોડ પર અમૃતા હોસ્પિટલ પાસે શિવમ કોમ્પલેક્ષમાં સાવરીયા કોર્પોરેશન નામની પેઢીના સંચાલકોએ મશીનના સોદો વેપારી સાથે નક્કી કરી એડવાન્સ પેટે રકમ ટ્રાન્સાર કરાવી દીધા બાદ મશીન ન મોકલી ઓફિસને તાળા મારી દીધા હતા.આ બનાવને લઈ આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ હાથ ધરી સાવરીયા
કોર્પોરેશનના સંચાલક રાહુલ સાગઠીયાને ઝડપી લીધો હતો.
છતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ રોડ પર દોશી હોસ્પિટલ મેઈન રોડ પાસે પ્રથમ પ્રાઈમ બિલ્ડીંગમાં માળે કલેટ નંબર ૫૦૨ માં રહેતા
કુણાલભાઈ ભરતભાઈ પાલા (ઉ.૧. ૨૬) દ્વારા ડીસીપી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર અમૃતા હોસ્પિટલ પાસે શિવમ કોમ્પલેક્ષમાં પ્રથમ માળે આવેલી ઑકિસ નંબર ૧૧ સાવરીયા કોર્પોરેશન પેઢીના સંચાલક રાહુલ સાગઠીયા તથા નાણાવટી ચોક પાસે રહેતા જયદીપ ગીરીશભાઈ નનેરા અને આશિપ પટેલના નામ આપ્યા છે.સોની વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સોની બજાર જૂની ગધીવાડ માથવ કોમ્પ્લેક્સ ખાતે બીજા મળે જય ભવાની ડાય મેકર નામની પેઢી આવેલી છે જેમાં તે સંચાલક છે.
સૉની વેપારીએ ફરિયાદમાં
જણાવ્યું હતું કે, તેમના પરિચિત નેમિશભાઈ અનાડાને સીએનસી મશીન ખરીદવા બાબત વાત કરી હતી. બાદમાં તેણે પોતાના મિત્ર રિધમ તોગડીયા (રહે. કોઠારીયા, રાજકોટ) સાથે વાત કરાવી હતી. બાદમાં એકાદ અઠવાડિયા પછી યુવાનના પિતા ભરતભાઈ પાત્રા તથા તેનો ભાઈ કિશન અને નેમિશભાઈ અનાડા સહિત ત્રણેય સાવરીયા કોર્પોરેશનની ઓફરો ગયા હતા જ્યાં આશિષ પટેલ તથા જયદીપ જયદીપ નનેરા હાજર હતા જ્યારે પેઢીનો સંચાળા રાશ શામણભાઈ સાગઠીયા હાજર ન હતો. ત્યારબાદ તેમને સીએનસી મશીન ખરીદવા ભાબતે વાતચીત કરતા મશીનનો કેટલોક તથા મશીનના ફોટા બતાવ્યા
હતા અને મશીનના ફાઈનલ ભાવ ૬૭.૨૬ લાખનું કોટેશન કાઢ્યું હતું. ત્યારબાદ મશીન ખરીદવાનું ફરિયાદીએ નક્કી કર્યું હતું.
આરોપીએ કહ્યા મુજબ, ફરિયાદીએ મશીનની રકમ પૈકી રુપિયા ૧૭.૩૧ લાખ તારીખ ૭/૨/૨૦૨૧ ના આરટીજીએસથી સાવરીયા કૉર્પોરેશન પેઢીમાં ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ તારીખ ૯/૨/૨૦૨૬ ના ભાકીની રકમ રૂ. ૪૯.૦૦ લાખ આરટીજીએસસી ટ્રાન્સફર કર્યા હતા. રકમ આપ્યા બાદ બીજા દિવસે ફરિયાદીએ નેમિષભાઈને ફોન કરી મણીન ક્યારે આવશે તે બાબતે વાત કરતા તેણે કહ્યું હતું કે, આશિષ મારો ફોન ઉપાડતો નથી અને જયદીપનો ફોન પણ સ્વીચ ઓફ
આવે છે.
ત્યારબાદ અહીં સાવરીયા કોર્પોરેશનની ઓફિસે જઈ તપાસ કરતા ઓફિસને તાળા લાગી ગયા હતા. બાદમાં વેપારીનો ભાઈ કિશન તેના પિતા તથા નેમિશભાઈ વણે મહીં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલી સાવરીયા કોર્પોરેશનની દુકાને ગયા હતા. પરંતુ દુકાન બંધ હતી ત્યારબાદ અવારનવાર આ રીતે અહીં જઈએક કર્યું હતું પરંતુ તેમની કાનને તાળા લાગેલા હતા.
બાદમાં સાવરીયા કોર્પોરેશનના સંચાલક સહિતનાનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી. પરંતુ તેનો સંપર્ક થઈ શકયો ન હોય આમ આ શખસોએ વેપારી સાથે મશીન વેચવાના બહાને તેમની પાસેથી
રૂપિયા ૬૩.૨૬ લાખ ટ્રાન્સફર કરાવી બઈ મશીન ન આપી કે પૈસા પણ પરત ન આપી છેતરપિંડી કરી હોય આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
છેતરપિંડીના આ બનાવને થઈ ડીસીપી ક્રાઈમ જગદીશ ખાંગારવા અને એસીપી ક્રાઇમ બૌ.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઈ એ.એચ.ચાવડા આર, જી.પઢીયારની રાહબરીમાં એએસઆઈ ભગીરથસિંહ ખેર, કોન્સ. લક્કીરાજસિંહ ગોટિંગ, પરેશભાઈ સોઢીયા તથા ટીમે સાવરીયા કોર્પોરેશનના સંચાલક રાહુલ લક્ષ્મણભાઈ સાગઠીયા (રહે. ફ્લેટ નં.૧૦૫ ત્રીજો માળ, સરકારી
ક્વાટર્સ, ગોવીંદ રત્ન બંગ્લો બાલાજી હોલ પાસે, રાજકોટ મૂળ ગોરખડી તા. જામજોધપુર) ને ઝડપી બાઈ જરુરી કાર્યવાહી કરી હતી.
આરોપી વિદ્ધ અગાઉ તાલુકા પોલીસ મથકમાં મારામારીનો ગુનો પણ નોંધાયેલ છે.
પોલીસ જણાવ્યું હતું કે, પકડાયેલ આરોપી પોતે જ કોડ પેઢીનો પ્રોપાઈટર હતો, તેને ફરીયાદીને ફસાવી લાખો રૂપીયા પઠાવ્યાં હતાં. જો કે, તે તમામ રૂપીયા જયદીપ ગીરીશ નનેરા અને જયદીપ પટેલ નામના રાખસો લઈ નાસી છૂટપાની કબૂલાત આપતાં પોલીસે તે બંને શખસોને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application