સુપ્રીમમાં કોર્ટ આજે પશ્ચિમ બંગાળમાં જારી કરાયેલ મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સામે અરજી પર સુનાવણી દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુદ પેરવી માટે ઉપસ્થિત રહ્યા હતા. કોઈ રાજ્યના મુખ્યમંત્રી ખુદ સુપ્રીમમાં વકીલ તરીકે પેરવી માટે ઉપસ્થિત રહ્યા હોય એવી આ પ્રથમ ઘટના છે. સુનાવણીમાં મમતા બેનર્જી તેમનો પક્ષ રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાયદાની ડિગ્રી ધરાવતા મુખ્યમંત્રી મમતા બેનર્જી કોર્ટની કાર્યવાહી દરમિયાન રૂબરૂમાં પોતાનો પક્ષ રજૂ કરી શકે છે. બાર એન્ડ બેન્ચના જણાવ્યા અનુસાર, મમતા બેનર્જીએ કલકત્તાની જોગેશ ચંદ્ર ચૌધરી લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો, અને વકીલ તરીકે પ્રેક્ટિસ કરવાનો તેમનો છેલ્લો અહેવાલ 2003નો છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બુધવારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ને પડકારતી તેમની અરજીની સુનાવણી માટે હાજર થાય ત્યારે જો પરવાનગી આપવામાં આવે તો તેઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ રૂબરૂમાં પોતાનો કેસ રજૂ કરનાર પ્રથમ વર્તમાન મુખ્યમંત્રી બની શકે છે. બેનર્જીએ 28 જાન્યુઆરીએ આ અરજી દાખલ કરી હતી.
આજની સુનાવણી શા માટે મહત્વપૂર્ણ
આજની સુપ્રીમ કોર્ટની સુનાવણી બંગાળના રાજકારણના ભવિષ્ય અને આગામી ચૂંટણીઓની નિષ્પક્ષતા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એસઆઈઆર કેસમાં દાખલ કરાયેલી અન્ય અરજીઓ પર બુધવારે મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન મમતા બેનર્જી સુપ્રીમ કોર્ટમાં હાજર રહે તેવી અપેક્ષા છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વિપુલ એમ. પંચોલીની બનેલી બેન્ચ મોસ્ટારી બાનુ અને ટીએમસી સાંસદો ડેરેક ઓ'બ્રાયન અને ડોલા સેન દ્વારા દાખલ કરાયેલી ત્રણ અરજીઓ પર સુનાવણી કરશે.
મમતા બેનર્જીએ આ કેસમાં ચૂંટણી પંચ અને પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીને પક્ષકાર બનાવ્યા હતા. બેનર્જીએ અગાઉ મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને ચૂંટણી પહેલા રાજ્યમાં જારી કરાયેલા "મનસ્વી અને ખામીયુક્ત" એસઆઈઆરને રોકવા વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટે 19 જાન્યુઆરીએ વિવિધ નિર્દેશો જારી કર્યા હતા, જેમાં કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ અને કોઈને પણ અસુવિધા ન થવી જોઈએ.