જસદણના બાખલવડ ગામ નજીક રાત્રીના મોત બનીને આવેલી કારે બાઇકને ઠોકરે લેતા મામા અને બે માસુમ ભાણકીના કણ મોત નિપયા હતા. બનાવથી બે–બે પરિવારમાં ઘેરો આંક્રદ સર્જાયો હતો.પ્રાપ્ત વિગત મુજબ જસદણના દેવપરા ગામે રહેતા અજયભાઈ સદાસિયા (ઉં.વ.૩૦) પોતાની ત્રણેય ભાણેજ પૂનમ રણછોડભાઈ ઓળકીયા (ઉ.વ.૧૦), કિંજલ રણછોડભાઈ ઓળકિયા (ઉં.વ.૮) અને માહી રણછોડભાઈ ઓળકિયા (ઉં.વ.૪)ને પોતાની બાઈકમાં બેસાડીને દેવપરાથી જસદણ જઈ રહ્યા હતા ત્યારે બાખલવડ ગામ નજીક પુરપાટ ઝડપે આવતી જીજે–૦૧–એચએસ–૭૯૩૭ નંબરની અલ્ટો કારે બાઈકને ઠોકરે લેતા બાઈક સમેત મામા અને ત્રણેય ભાણેજો દૂર સુધી ફંગોળાયા હતા. અકસ્માત જોતા પસાર થતા વાહન ચાલકો અને આસપાસના લોકો દોડી ગયા હતા અને ૧૦૮ અને પોલીસને જાણ કરી હતી. અજયભાઈ અને ભાણેજ માહીને માથામાં ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા. જયારે પૂનમ અને કિંજલને ૧૦૮ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા કિંજલે આજે સવારે દમ તોડી દીધો હતો. બનાવના પગલે જસદણ પોલીસ ઘટના સ્થળે અને હોસ્પિટલએ દોડી જઈ જરી કાર્યવાહી કરી. અકસ્માત સર્જી કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને ચાલક નાશી છૂટો હતો જયારે બાઇકનું પડીકુ વળી ગયું હતું. મૃતક અજયભાઇ બે ભાઈ બે બહેનમાં નાના અને અપરણિત હતા અને મજૂરી કામ કરતા હતા. જયારે કિંજલ અને માહી બે ભાઈ બહેનમાં નાના હતા. કિંજલ પેહલા ધોરણમાં અભ્યાસ કરતી હતી. મૃતક અજયભાઈના બહેન–બનેવી જસદણ રહેતા હતા અને બનેવી રણછોડભાઈમાં કાકાના દીકરાના ચોટીલાના ચોબારી ગામે લ હોવાથી બંને ત્યાં પ્રસંગમાં જતા હતા ત્યારે ત્રણેય દીકરીઓને દેવપરા ગામે મૂકી ગયા હતા. જયારે એક પુત્ર ઘરે હતો. રાત્રે અજયભાઇ ત્રણેય ભાણેજને મુકવા જસદણ જતા હતા ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બનાવને પપગલે જસદણ પોલીસે બે બે પરિવારને ઉજાળનાર કાર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech