પાપારાઝીથી નારાજ થયો અર્જુન કપૂર, કરીનાના ઘરે સ્પોટ થયા હતા મલાઈકા-અર્જુન

  • March 01, 2021 12:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કરીના કપૂર ખાને હાલમાં જ પોતાના બીજા બાળકને જન્મ આપ્યો છે. આવી સ્થિતિમાં દરરોજ કોઈને કોઈ તેની પાસે પહોંચી રહ્યું છે. તેને મળનારા લોકોની લાંબી લાઇન છે. એક પછી એક, ઘણા સેલેબ્સ અને હસ્તીઓ તેમના અને તેમના નાના મહેમાનને મળવા પહોંચી રહ્યા છે. હવે બેબોની બેસ્ટ ફ્રેન્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા અને એક્ટર અર્જુન કપૂર પણ કરીનાને મળવા પહોંચ્યા હતા. મલાઈકા અને અર્જુન કરીના કપૂરના ઘરની બહાર દેખાયા હતા. એટલે કે, મલાઇકા એકલી નહોતી, પરંતુ બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે, કરીના અને તેના નાના બાળકને મળવા આવ્યા હતા.

જ્યારે ફોટોગ્રાફર્સે બંનેને તસવીર લેવાનું કહ્યું, તો તેઓએ પોઝ તો ન આપ્યો પરંતુ, આ દરમિયાન અર્જુન કપૂરે ફોટોગ્રાફર્સને આવું ન કરવાનું કહ્યું. જો કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા કરીનાના ઘરે પહોંચતાની સાથે જ પાપારાઝીના ટોળાએ તેનો ફોટો લેવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં તેમણે પાપારાઝીને દૂર રહેવાની અપીલ કરી. આ દરમિયાન મલાઈકા અને અર્જુન બંને માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.

આ દરમિયાન જ્યાં મલાઈકા અરોરા બ્લેક એન્ડ વ્હાઇટ ઝેબ્રા પ્રિન્ટ લોંગ લાઇન ડ્રેસમાં જોવા મળી હતી. તેણે મેચિંગ હીલ્સ અને સિમ્પલ હેરસ્ટાઇલથી પોતાના લુકને કમ્પ્લીટ કર્યો હતો. એટલું જ નહીં તેણે માસ્ક પણ લગાવ્યો હતો. જ્યારે અર્જુન કપૂર બ્લેક પેન્ટ અને ટી-શર્ટમાં દેખાયો. 21 ફેબ્રુઆરીએ કરીનાએ તેના બીજા બાળકને જન્મ આપ્યો. જે બાદ તેના ચાહકો આતુરતાથી તેના બીજા બાળકની જલક જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS