મલાઇકા-અર્જુન ફરીવાર સાથે નજરે પડ્યાં

  • March 09, 2024 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મલાઈકા અરોડા અને અર્જુન કપૂર છેલ્લા થોડા સમયથી ખૂબ જ ઓછા સાથે જોવા મળી રહ્યા છે. હવે એક વખત ફરી બન્નેને સાથે જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે.

મલાઈકા અને અર્જુનરાત્રે ફરી સાથે સ્પોટ થયા હતા. મોડી રાત્રે અર્જુન કપૂર પોતાની ગાડીમાં મલાઈકા અરોડાને તેમના ઘરે ડ્રોપ કરવા ગયા હતા. અર્જુન પોતાની ગાડીમાં મલાઈકાને તેમના ઘરે મુકવા ગયા હતા. બન્ને લાંબા સમય બાદ સાથે જોવા મળ્યા. ફેંસ બન્નેને સાથે જોઈને ખુશ થઈ રહ્યા છે બીજી તરફ તેમના મનમાં સવાલ પણ ઉઠી રહ્યો છે કે બધુ ઠીક તો છે. 


મોડી રાત્રે મલાઈકાને ઘરે ડ્રોપ કરવા આવેલા અર્જન કપૂર સૂટ-બૂટમાં તૈયાર જોવા મળી રહ્યા હતાં. ત્યાં જ મલાઈકા કેઝ્યુઅળ લુકમાં જોવા મળી. અર્જુન કપૂરની ઝલક કેમેરામાં કેદ થઈ. પરંતુ જોઈ શકાય છે કે અર્જુન કપૂર શર્ટ, ટાઈ અને બ્લેઝરમાં એકદમ તૈયાર જોવા મળી રહ્યા છે. મલાઈકા અરોડા ગાડીમાંથી ઉતર્યા બાદ પણ પાપારાજીના કેમેરાથી બચતી જોવા મળી રહી હતી. એક્ટ્રેસે વ્હાઈટ કલરનું કટસ્લીવ ટોપ, પીચ કલકનું લૂટ બોટમ પેટ્સ અને વ્હાઈટ હાઈ હીલ્સ પહેરી હતી. મલાઈકાએ મેકઅપની સાથે પોતાના વાળને ઓપન રાખીને સ્ટાઈલ કર્યા હતા. 


મલાઈકા-અર્જુન બ્રેક અપ રૂમર્સ 

 જાન્યુઆરી 2024માં એવી ખબર સામે આવી હતી કે મલાઈકા અને અર્જુનનું બ્રેકઅપ થઈ ગયું હતું. પરંતુ બન્નેએ પોતાના સંબંધને બીજો મોકો આપ્યો અને હવે તે સાથે છે. આ ખબરો બાદથી જ મલાઈકા અને અર્જુન સાથે ઓછા જોવા મળી રહ્યા છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application