પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ તેમનું બ્રેકઅપ ફેન્સ માટે મોટો આંચકો
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બોલિવૂડના લોકપ્રિય કપલમાંથી એક છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જોકે, બંને ઘણીવાર તેમની ઉંમરના તફાવતને કારણે ટ્રોલ થયા છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે બંને અલગ થઈ ગયા છે.જોકે આટલું વીતવા છતાં બને એકબીજા ને આદર આપશે અને સન્માન જાળવશે તેવું કહ્યું છે.
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એક સમયે ખૂબ જ સીરિયસ સંબંધમાં હતા. આ કપલએ વર્ષ 2019 માં સત્તાવાર રીતે તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી. બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા અને સોશિયલ મીડિયા પર એકબીજાની તસવીરો પર પ્રેમ વરસાવવાનો કોઈ મોકો છોડતા નહોતા.
જો કે થોડા સમય પહેલા આ કપલનું બ્રેકઅપ થઈ ગયું હોવાના સમાચાર સામે આવ્યા હતા . પરંતુ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ બ્રેકઅપ અંગે કોઈ ટિપ્પણી કરી નથી પરંતુ એક રિપોર્ટ અનુસાર હવે બંને અલગ થઈ ગયા હોવાનું કન્ફર્મ થયું છે.
અહેવાલ મુજબ, એક સૂત્રએ માહિતી આપી છે કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચેના સંબંધો તૂટી ગયા છે. રિપોર્ટ અનુસાર, સૂત્રએ કહ્યું, “મલાઈકા અને અર્જુન વચ્ચે ખૂબ જ ખાસ સંબંધ હતો અને તે બંને એકબીજાના દિલમાં ખાસ જગ્યા ધરાવે છે. તેઓએ અલગ થવાનો નિર્ણય લીધો છે અને આ બાબતે આદરપૂર્વક મૌન જાળવશે.
અહેવાલ મુજબ, આંતરિક સૂત્રએ જણાવ્યું હતું કે, "તેઓ વચ્ચે લાંબા, પ્રેમાળ, ફળદાયી સંબંધ હતા જે કમનસીબે હવે સમાપ્ત થઈ ગયો છે, તેનો અર્થ એ નથી કે તેમની વચ્ચે કોઈ મનમોટાવ છે. તેઓ એકબીજાનો ખૂબ આદર કરે છે અને એકબીજા માટે પિલર ઓફ સ્ટ્રેન્થ રહ્યા છે.
વર્ષોથી તેઓએ તેમના સંબંધોને ઘણું સન્માન આપ્યું છે. અલગ થવાનો નિર્ણય લેવા છતાં તેઓ એકબીજાને સમાન સન્માન આપતા રહેશે. બંને વર્ષોથી સિરીયસ રીલેશનશીપમાં હતા અને હવે તેઓ આશા રાખે છે કે લોકો આ ઈમોશનલી સ્પેસ આપે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે 2019માં ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડની સ્ક્રિનિંગ વખતે પોતાના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. ચાહકો આ કપલના લગ્નની રાહ જોઈ રહ્યા છે પરંતુ પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ તેમનું બ્રેકઅપ ફેન્સ માટે મોટો આંચકો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech