રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર વૃધ્ધાને સરનામુ પૂછવાના બહાને વાતોમાં ફસાવી હાથમાં બોકસ આપી ત્રણ મહિલાએ વૃધ્ધાના ગળામાંથી સોનાની માળા, હાથમાંથી પાટલા મળી ૫૫ ગ્રામ સોનાના ઘરેણાની તફડંચી કર્યાનો બનાવ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયો છે.
ફરિયાદની વિગતો મુજબ કોઠારિયા રોડ પર નીલકઠં પાર્ક શેરી નં.૪માં રહેતા શકીનાબેન મહેમુદભાઇ બેલીમ ઉ.વ.૬૦ ખરીદી અર્થે ગઇકાલે ધર્મેન્દ્ર રોડ પર ગયા હતાં. એક દુકાનમાં ખરીદી કરીને બહાર નીકળ્યા હતાં ત્યારે ત્યાં રસ્તા પર બે મહિલા આવી હતી અને વૃધ્ધાને પુછયું કે ડ્રેસવાલા નામની દુકાન કયાં આવેલી છે. જેથી વૃધ્ધાએ આગળ દુધાન છે કહ્યું હતું. સાથે રહેલી મહિલાએ વૃધ્ધાને એક બોકસ આપ્યું અને કહ્યું કે બોકસ તમે સાચવશો કહી વૃધ્ધાને બોકસ હાથમાં આપ્યું અને તુરતં જ પાછુ લઇ લીધું.
એટલીવારમાં એક ત્રીજી મહિલા પણ આવી ચઢી હતી. બન્ને મહિલાને કહેવા લાગી કે મને ભુખ લાગી છે. ત્રણેય મહિલા અંદરો અંદર વાતો કરવા લાગી હતી. એ સમય દરમિયાન વૃધ્ધાને કઇં ખબર ન પડી જાણે અવાચક જેવો બની ગયા અને નજીકમાં એક દુકાનના ઓટા પર બેસી ગયા હતાં. થોડીવાર બાદ વૃધ્ધા સતેજ જેવા બનતા જ તેમણે નજર કરી તો હાથમાં પહેરેલા ૪૦ ગ્રામના સોનાના બે પાટલા ગાયબ હતાં તેમજ ડોકમાં પહેરેલી ૧૫ ગ્રામની સોનાના પારાની માળા પણ નહોતી.
વૃધ્ધાને ત્રણેય મહિલા ઘરેણા ઉતારી લીધાનું ધ્યાને આવતા તેમણે આસપાસ ચાલીને નજર કરી અન્યોની મદદ પણ લીધી પરંતુ ત્રણેય મહિલા કયાંય નજર પડી નહી. કોઠારિયા રોડ પર પતિ સિલ્વર બેકરી નામે વ્યવસાય ધરાવતા હોય વૃધ્ધા રિક્ષા લઇને ત્યાં પહોંચ્યા હતાં. પતિને વાત કરી હતી અને ત્યાંથી ઘરે ગયા હતાં અને પુત્ર સહિતાને વાત કરી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે રસ્તા પરના સીસીટીવી કેમેરા ચેક કરી કળા કરી ગયેલી ત્રણેય મહિલાને ઝડપી લેવા દોડધામ આદરી છે
ત્રણ તસકરાણીએ વૃધ્ધાને બોકસ પકડાવી ૫૫ ગ્રામ સોનાના ઘરે
ણા ઉતારી લીધા. જેમાં ૪૦ ગ્રામના બે પાટલા જેનો ભાવ પોલીસે એક લાખ ગણ્યો. જયારે ૧૫ ગ્રામની સોનાની માળા જેનો ભાવ ૩૭,૫૦૦ માંડી ૧,૩૭,૫૦૦ના ઘરેણા ગયાની ફરિયાદ લીધી છે. ખરેખર માર્કેટ વેલ્યુ મુજબ અત્યારે સોનાનો ૧૦ ગ્રામનો ભાવ ૭૨,૦૦૦ જેવો છે. ઘડાઇના અલગ થાય. માર્કેટ વેલ્યુએશન પ્રમાણે ચાર લાખ જેવો ભાવ થાય જયારે પોલીસે અર્ધાથી પણ ઓછો ૧.૩૭ લાખ આંકયો છે. કદાચ વૃધ્ધાએ જે તે સમયે ખરીદ કરેલા ભાવ ગણ્યા હશે એવું બને
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકબૂતરોથી ૬૦થી વધુ બીમારીઓનો ખતરો: શ્વાસના રોગો ૧૫ ટકા વધ્યા
February 24, 2025 10:53 AMબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech