રીધ્ધીઝ બ્રાઈડ ટ્રાઈબ વેનચેર ઓફ રોયલ બ્યુટી પાર્લર દ્વારા મેકઅપ-હેર સ્ટાઈલનો વર્કશોપ યોજાયો

  • March 19, 2021 10:53 AM 

જામનગર શહેરની મહિલાઓને હાલના મોંઘવારી અને કોરાનાના કપરા કાળમાં આત્મનિર્ભર બની સમગ્ર પરિવારને મદદરૂપ બની શકે તેવા શુભ હેતુસર  રીધ્ધીબેન પરેશભાઈ સોમૈયા દ્વારા  બ્યુટી પાર્લર કોર્સ ચલાવવામાં આવી રહ્યો છે. તેમની જામનગર શહેરમાં  કુલ ત્રણ બ્રાન્ચ કાર્યરત છે બે  બ્રાન્ચ રીધ્ધીબેનના મમ્મી ૩૩ વર્ષના અનુભવી રાજશ્રીબેન સંભાળી રહ્યા છે જે ખોડીયાર કોલોની તથા જયંત સોસાયટીમાં આવેલ છે, તેમની પાસેથી તાલીમ લીધેલ ઘણી મહિલાઓ આજે વિદેશમાં સ્થાયી થઈને પરિવારને આર્થિક મદદ કરી રહી છે.

જામનગરના હાર્દ સમાન વિસ્તાર પેલેસ રોડ વી માર્ટ પાસે શ્રીકાર એપાર્ટમેન્ટમાં  રીધ્ધીબેન પરેશભાઈ સોમૈયા દ્વારા બ્યુટી પાર્લર કોર્સ ચલાવવામાં આવી રહ્યો છે. ગત ૧૦ મી માર્ચથી ૧૭મી માર્ચ દરમિયાન મેકઅપ અને સૂર સ્ટાઈલનો વર્કશોપ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.

બ્યુટી પાર્લર કોર્સમાં બહેનોને વાળ, ત્વચા, નેઈલ આર્ટ ડીઝાઈનર આઉટફીટ અને મેકઅપમાં કોસ્મેટોલોજીસ્ટ વિશે સઘન માહિતી આપીને સમજાવવામાં આવે છે સાથોસાથ આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ આપવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રિધ્ધિબેન પરેશભાઈ સોમૈયાએ રશીયાના વિખ્યાત હેર સ્ટાઇલીસ્ટ જ્યોર્જિકોટ પાસેથી હેર સ્ટાઇલની સઘન તાલીમ લીધેલ છે,જે જામનગર શહેર માટે ગૌરવ લેવા જેવી છે,તેમના જ્ઞાનનો લાભ શહેરની તાલીમાર્થી બહેનોને અવશ્ય મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS