દેશમાં રમકડાંના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે 'Toycathon 2021' શરૂ કર્યું છે. આ સ્પર્ધા અંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો, નિષ્ણાંતો અને સ્ટાર્ટઅપ્સને એક મંચ પર લાવવામાં આવશે અને નવા પ્રકારના રમકડા અને 'ગેમ્સ' બનાવવા માટે તેઓ પોતાના વિચારોને રજૂ કરી શકશે. Toycathon 2021ના વિજેતાને સરકાર 50 લાખ રૂપિયાનું ઇનામ પણ આપશે. આ ઉપરાંત વિજેતાને 27 ફેબ્રુઆરીએ યોજાનારા નેશનલ ટોયફેરમાં તેમની રચના બતાવવાની તક પણ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ફેરમાં સામેલ થશે. દેશને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહી છે.
મહત્વપૂર્ણ છે કે ભારત મોટા ભાગે રમકડાઓની આયાત કરે છે. ભારતમાં રમકડાનું બજાર 1 અબજ ડોલર એટલે કે 7400 કરોડ રૂપિયાનું છે. પરંતુ દેશમાં 80 ટકા રમકડાની આયાત કરવામાં આવે છે. તેવામાં Toycathon 2021 એ આ ક્ષેત્રમાં નવા સાહસિકોને પ્રોત્સાહન આપવાની પહેલ પણ છે.
Toycathon 2021 ભાગ લેવા માટે નોંધણી 5 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે. જેમાં 20 જાન્યુઆરી સુધીમાં ઓનલાઇન નોંધણી કરી શકાશે. 21 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. પસંદ કરેલી કૃતિની જાહેરાત 12 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. 23 થી 25 ફેબ્રુઆરી સુધી ગ્રાન્ડ ફિનાલ થશે. ગ્રાન્ડ ફિનાલ તમારા નજીકના નોડલ સેન્ટર અથવા એટીએલ પર હશે. તમારે તમારી ટીમ અને માર્ગદર્શક સાથે સંપર્ક કરવો પડશે.
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230