સોમનાથ-પ્રભાસ ખંડમાં સોળ સૂર્ય મંદિરો ઝળહળતા હતા. આદિ દેવ નમોસ્તુભ્યં એવા પૃથ્વી પર પ્રત્યક્ષ અને સાક્ષાત દર્શન આપતા સૂર્યદેવનું મહાપર્વ મકકર સંક્રાંતિ.સ્કંધ પુરાણ જે સમયમાં લખાયો ત્યારે સોમનાથ-પ્રભાસ ખંડમાં ૧૬ સૂર્ય દેવતાઓના મંદિરો હતા. સૂર્યનું એક નામ ભાસ્કર પણ કહેવાય છે તો પ્રભાસ એક સમયે ભાસ્કર તીર્થ તરીકે પણ ઓળખાતું જે નામ સૂર્યવંશી આર્યો અહીં સમુદ્ર માર્ગે આવી સ્થિર થયા તે વખતે અપાયું હતું.
ભારત વનપર્વ અધ્યાય ૮૨માં જણાવાયેલ મુજબ સૂર્ય આ પ્રદેશમાં પોતાની પૂર્ણકળાએ પ્રકાશિત થતો હતો અને સૂર્યની એ સોળ કળાઓ પૈકી બાર કળાઓ સૂર્ય મંદિરમાં રાખી અને ચાર કળા પોતાની પાસે રાખી જેનો ઉલ્લેખ પ્રભાસ ખંડમાં લખાયોછે તેવા બાર સૂર્ય મંદિરો વેદકળમાં હતો જે કાળક્રમે લુપ્ત થયા છે અને હાલ બેથી ત્રણ જેટલા સૂર્ય મંદિરો હજુયે યથાવત છે તે સમયે ઉંચા મકાનો તેની આસપાસ ન હોવાને કારણે સૂર્યોદયના પ્રથમ સીધા કિરણો તેની ઉપર પડતાં ઈતિહાસકાર સ્વ.શંભુપ્રસાદભાઈ દેસાઈએ પ્રભાસ-સોમનાથમાં ઉલ્લેખ કરેલ છે તેમાં સામ્બાદિત્ય સૂર્ય મંદિર સોમનાથથી ઉતરે હાલની શાકમાર્કેટ પાસે છે, ત્યાં મ્યુઝિયમ છે. સાગરાદિત્ય સૂર્ય મંદિર ત્રિવેણી સંગમના માર્ગે આવેલ છે. પર્ણાદિત્ય સૂર્યમંદિર તાલાલા તાલુકાના ભીમદેવળ ગામની સીમમાં સૂર્ય સમર્પિત ઈ.સ.૯મી સદીનું છતવાળું પ્રવેશદ્વાર ધરાવતું પૂર્વાભિમૂખ સૂર્યમંદિર છે એના ગર્ભગૃહના પ્રવેશદ્વારે સૂર્ય પત્ની રજની અને નિશપ્રભાની ઉભેલી પતિમાઓ છે અને ભીમદેવળનું આ ગામ પાંડવપુત્ર ભીમે વસાવેલ હોવાનું કહેવાય છે. સોમનાથ-પ્રભાસપાટણના ભાસ્કર વૈદ્ય કહે છષ કે સોમનાથના ત્રિવેણી સંગમ સામે આવેલ શારદા મઠના પાછળના ભાગે આવેલ એક ભવ્ય સૂર્યમંદિર આજે પણ છે અને વલ્લભીકાળનું આ મંદિર ૧૩મી ૧૪મી સદી દરમિયાન જિર્ણોધ્ધાર પામ્યું હોવાનું કહેવાય છે. તો એક વાયકા મુજબ યજુવેદાચાર્ય યાજ્ઞવલ્કય મહર્ષિએ સોમનાથમાં તપસ્યા કરી હતી અને આ રીતે તેમણે ભગવાન સૂર્યનારાયણની તપસ્યા કરી યજુર્વેદ મેળવ્યો હતો અને પ્રભાસના હિરણ-સરસ્વતી અને કપિલા નદીના સંગમ ઉપર સૂર્યનારાયણની અર્ધવર્તુળાકાર દ્વાદશ મૂર્તિ સ્થાપી અને તેન પછી વિશ્ર્વામિત્ર સરોવરમાં મૂર્તિ સાથે ઉભા રહી તપશ્ર્ચર્યા કરી અને શ્રાવણ સુદ ૧૪ પૂર્ણિમાએ મધ્યાન્હે તેમને સૂર્યનારાયણ પ્રસન્ન થયા હતા અને વરદાન આપ્યું હતું અને યાજ્ઞવલ્કયે સૂર્યનારાયણની સ્તુતિ કરી જે આજે પણ સૂર્ય સ્તોત્રમાં ઉલ્લેખ છે.
મકકરસંક્રાંતિના મહાપર્વે સોમનાથ મહાદેવને પ્રતિવર્ષ પહેલાં સવારે તલ-ગંગાજળ સ્નાન-સૂર્ય પૂજા-ગૌપૂજા, મહાપૂજા, તલ તથા દૃવ્યોથી અભિષેક-દીપમાળા-સંધ્યા શણગાર સહિતના વિવિધ કાર્યક્રમો યોજાય છે. વેરાવળ સર્વગ્રહના ઉલ્લેખ મુજબ વેરાવળના વખારિયા બજારમાં સૂરજકુંડની જગ્યા આવેલી છે જે હાલ છે. આમ, પ્રભાસ ક્ષેત્રનો ઈતિહાસ સૂર્યવંશી રાજવીઓ સાથે પણ જોડાયેલો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 9978984740
View News On Applicationઆરોપ :રાહુલ ગાંધીએ શબ્દો દ્વારા કર્યા આકરા પ્રહાર, ક્લિક કરીને વાંચો કોણ બન્યું નિશાન
January 24, 2021 05:19 PMપ્રજાસત્તાક પર્વની પરેડ 2021 માં ભાગ લેવા દિલ્હી આવેલા કલાકારોને વાંચો શું કહ્યું પીએમ મોદીએ
January 24, 2021 05:10 PMચિકિત્સા :જાણો શું છે જાપાની વોટર થેરેપી, કેવી રીતે વજન ઘટાડવામાં છે મદદગાર
January 24, 2021 04:44 PMવાસ્તુશાસ્ત્ર :તમારા જમવાની દિશા નક્કી કરે છે તમારું સ્વાસ્થ્ય અને સફળતા
January 24, 2021 04:26 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech