દિલ્હીમાં સીબીઆઈ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સીબીઆઈએ એનબીસીસીના ડીજીએમ વિવેક પોપલીની લાંચ લેતા ધરપકડ કરી છે. તેઓ 5 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. વિવેક પોપલી લદ્દાખના લેહ વિસ્તારમાં તૈનાત હતા. હાલમાં તેઓ દિલ્હીમાં હાજર હતા. તેઓ ગઈ કાલે લાંચની રકમ લેવા દિલ્હી આવ્યો હતો. સીબીઆઈએ ખાસ ટ્રેપ હેઠળ તેની અટકાયત કરી હતી. કસ્ટડીમાં લીધા બાદ સીબીઆઈની ટીમ વિવેક પોપલીની પૂછપરછ કરી રહી છે.
આ અંગેની માહિતી આપતા સીબીઆઈ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપી ડીજીએમએ લદ્દાખમાં એક પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટર પાસેથી કથિત રીતે 11 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, તેઓ પીડિત કોન્ટ્રાક્ટર પાસેથી લાંચની રકમની મધ્યસ્થી કરવા દિલ્હી પહોંચ્યા હતા. ડીજીએમ તરફથી રૂ. 5 લાખની લાંચ અંગે ડીલ નક્કી કરવામાં આવી હતી.
અધિકારીઓએ એમ પણ માહિતી આપી કે, આરોપી બુધવારે એટલે કે ગઈકાલે સાંજે દિલ્હીમાં રોમિંગથી કથિત રીતે પૈસા મેળવી રહ્યો હતો. આ દરમિયાન તે રંગે હાથે ઝડપાયો હતો. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, એનબીસીસી એક કેન્દ્રીય જાહેર ક્ષેત્રની કંપની છે, જે મુખ્યત્વે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાથે કામ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech