મહુવાના યુવાનનું નિકોલ બંધારામાં ડૂબી જતા મોત

  • October 07, 2024 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહુવામાં રહેતા અને પોલીસ મથક નજીક ચા અને પાન-મસાલાની દુકાન ધરાવતા યુવાનનું મહુવા નજીકના નિકોલ બંધારામાં અકસ્માતે પડી જતા મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મહુવા શહેરમાં રહેતા અને મહુવા પોલીસ મથક નજીક ચા અને પાન-મસાલાની દુકાન ધરાવતા  અને લવલી ચા તરીકે ઓળખતા હનીફભાઇ  રફીકભાઈ  આરબ (ઉ. વ. ૩૯) પોતાના પુત્ર અને મિત્રો સાથે મહુવાથી થોડે દૂર આવેલા નિકોલ બંધારા જીવ હતા ત્યારે હનીફભાઈ અકસ્માતે બંધારામાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા મહુવા પોલીસે દોડી જઈ હમીફભાઈના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી હતી. પગલે શોક છવાયો હતો.  
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application