ગરવા ગિરનારની ગોદમાં ભજન ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રી મેળો શાંતિપૂર્ણ સંપન્ન થયો છે. ગઈકાલે રાત્રે નાગા સાધુઓની રવાડી અને વિવિધ અખાડાઓના સંતો મહંતો ભાવિકોને દર્શન આપવા નીકળ્યા હતા. જેના દર્શન માટે સાંજથી જ લોકો કતાર બધં બેઠેલા જોવા મળતા હતા. જુના અખાડા, આહવાન અખાડા, પચં અિ અખાડા અને કિન્નર અખાડાઓ ના મહામંડલેશ્વરો ઉપરાંત વિવિધ આશ્રમોના મહામંડલેશ્વર અને તેના સેવકો ધર્મ ધજા સાથે રવેડીમાં જોડાયા હતા રવેડીના પ્રારંભે દત્ત ભગવાનની પાલખી, ત્યારબાદ ગણેશજી અને ગાયત્રી માતાજીની પાલખી નીકળી હતી બેન્ડબાજાના સથવારે નીકળેલ રવેડીમાં આ વર્ષે સૌપ્રથમવાર અખાડાઓના મહામંડલેશ્વરો ટ્રેકટર માં અને વિન્ટેજ કારમાં બેસી તળેટી વિસ્તારમાં નગર ચર્યાએ નીકળ્યા હતા. જેના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. રવેડીને નિહાળવા રસ્તાની બંને સાઈડ ઉપરાંત આશ્રમોની અગાસી ,ગેલેરી , દુકાનોની છત પર ચડી લોકો સાંજથી જ ગોઠવાઈ ગયા હતા. રવેડી ના માર્ગેા પર લાઈવ રંગોળી અને ફલો પાથરી આવકારવામાં આવ્યા હતા તો આ ઉપરાંત મેળાના મુખ્ય આકર્ષણ એવા નાગા સાધુઓ દ્રારા લાકડી, તલવાર, પટ્ટા બાજી સહિતના દાવ પેચ દર્શાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જુના અખાડા થી શ થયેલી રવેડી સાંસ્કૃતિક મેદાન ચોક, દત્ત ચોક, પરિક્રમા મુખ્ય પ્રવેશ દ્રાર ત્યાંથી આગળ વધી ભારતી આશ્રમ પહોંચી પરત મંદિરે પહોંચી હતી. તળેટી વિસ્તારમાં લોકોનો ઘસારો વધતા રવેડીના ટ પર લોકો આવી ગયા હતા.જોકે તત્રં દ્રારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. મુખ્ય માર્ગ પર રવેડી નીકળ્યા બાદ ભવનાથ મંદિર ખાતે મધ રાત્રે હર હર મહાદેવના નાદ સાથે મૃગીકુંડમાં નાગા સાધુઓ એ શાહી સ્નાન કયુ હતું અને સ્નાન વિધિ બાદ ભવનાથ મહાદેવ મંદિરને મહા આરતી સાથે મેળો વિધિવત સંપન્ન થયો હતો. રવેડીના સમગ્ર માર્ગ પર ગિરનાર સ્પોટર્સ એકેડમી ના સાગરભાઇ કટારીયા સહિતની ટીમે ફલો પાથરી સંતો મહંતો અને પાલખી નું સ્વાગત કયુ હતું આ ઉપરાંત ભવનાથ મંદિર પરિસર અને દામોદર કુંડ ખાતે પણ ગુલાબની પાખડીઓ પાથરી સુશોભન કરવામાં આવ્યું હતું શાહી સ્નાન વખતે પણ નાગા સાધુઓ સંતો મહંતો પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.
રાત્રે મેળો પૂર્ણ થતા તળેટીથી શહેરના માર્ગેા તરફ જવા એસટી બસ અને ખાનગી વાહનોમાં બેસી શહેર તરફ લોકોનો ઘસારો રહ્યો હતો. ચાર દિવસ મેળો પૂર્ણ થયા બાદ હવે આજથી જુનાગઢ શહેરના ઉપરકોટ, સકકરબાગ, મ્યુઝિયમ, રોપ વે, તથા જિલ્લ ાના ગાઠીલા, સતાધાર, સોમનાથ વિરપુર ખોડલધામ સહિતના વિસ્તારોમાં જવા લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. શહેરના જોવાલાયક સ્થળો ખાતે આજે અને કાલે બે દિવસ સુધી લોકોનો ઘસારો રહેશે. મેળો પૂર્ણ થતા લોકો પરત ફરતા પાચ દિવસ સુધી માનવ કીડીયારાથી ઉભરાયેલ તળેટી આજે ખાલીખમ થઈ હતી.નાગા સાધુઓ ઉપરાંત માત્ર ઉતારા અને અન્ન ક્ષેત્રોના સંચાલકો તળેટી વિસ્તારમાં જોવા મળી રહ્યા હતા. બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન ખાતે અને શહેરના જોવાલાયક સ્થળો એ લોકોની ભીડ જોવા મળી રહી છે ચાર દિવસીય શિવરાત્રી મેળો શાંતિપૂર્ણ સંપન્ન થતાં જિલ્લા કલેકટર અનિલ રાણા વસિયા, કમિશનર ડો ઓમ પ્રકાશ, એસપી હર્ષદ મહેતા, મેયર ગીતાબેન પરમાર સહિતના પદાધિકારીઓ તથા અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
જૂનાગઢ એસટી ડિવિઝનને ૧.૪ કરોડની આવક
જૂનાગઢ મહાશિવરાત્રી મેળાને લઇ એસટી ડિવિઝન દ્રારા બસ સ્ટેન્ડથી ભવનાથ અને ગુજરાતના અન્ય જિલ્લ ામાં અવરજવર માટે ૨૭૦ બસ દોડાવવામાં આવી રહી છે .ચાર દિવસમાં એસટી ડિવિઝનને ૧.૪ કરોડની આવક થઈ છે. સૌથી વધુ જૂનાગઢ ડેપોને .૨૬.૬૬ લાખની આવક થઈ છે. ભવનાથ તળેટીમાં યોજાતા મહાશિવરાત્રી મેળામાં દર વર્ષે લાખો ભાવિકો ઉમટે છે. મુસાફરોની અવરજવર માટે જૂનાગઢ એસટી ડિવિઝન દ્રારા શનિવારથી બસ સ્ટેન્ડ થી ભવનાથ અવરજવર માટે ૭૦ મીની બસ અને ગીર સોમનાથ, રાજકોટ પોરબંદર અમરેલી ભાવનગર ,સુરત, અમદાવાદ સહિતના જિલ્લ ામાં અવરજવર માટે નવ ડેપોની કુલ ૨૧૦ એકસટ્રા બસ મળી કુલ ૨૮૦ બસ શ કરવામાં આવી છે. તા.૨૨થી૨૫ ચાર દિવસમાં કુલ ૪૬૦૯ ટ્રીપ દોડાવવામાં આવી હતી. અને ૨.૧૨ લાખથી વધુ મુસાફરો એ મુસાફરી કરી હતી. ચાર દિવસ દરમિયાન જૂનાગઢ એસટી ડિવિઝનને કુલ ૧.૪કરોડથી વધુની આવક થઈ છે. જૂનાગઢ એસટી વિભાગીય નિયામક રાવલના જણાવ્યા મુજબ બસ સ્ટેન્ડ થી ભવનાથ સુધી અવર–જવર માટે ૨૮૩૦ ટ્રીપ દોડાવવામાં આવી હતી અને ૧.૧૦ લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી અને જૂનાગઢ ડેપોને ૨૫.૬૬ લાખથી વધુ રકમની આવક થઈ છે. ગત વર્ષે મહાશિવરાત્રી મેળાની જૂનાગઢ ડિવિઝનને ૧.૬૨ કરોડની આવક થઈ હતી. હજુ બે દિવસ સુધી મેળાનો ટ્રાફિક રહેશે અને મુસાફરોની સંખ્યા વધુ થવાથી ગત વર્ષની સરખામણીએ જૂનાગઢ ડિવિઝનની આવકમાં વધારો થશે તેવી આશા વ્યકત કરી છે.
કબુતર સાથેના અલગારી સાધુઓનો દિવ્યમાન નજારો
મહાશિવરાત્રી મેળામાં રવેડી દરમિયાન અલગારી સાધુઓ કોઈ ઘોડા પર તો કોઈ જમીન પર અગં કસરત કરી રહ્યા હતા તો બીજી તરફ મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે એક નાગા સાધુના માથા પર કબુતર પણ જોવા મળ્યું હતું. મેળામાં શાહી સ્નાનમાં શિવજી અલૌકિક કે કોઈના કોઈ પે મૃગી કુંડમાં અવશ્ય સ્નાન કરવા આવે છે ત્યારે ગઈકાલે રાત્રે માથા પર કબુતર બેઠેલા અલગારી સાધુના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech