ખંભાળિયામાં ગુરુવારે મહાશિવરાત્રિની થશે ભક્તિભાવપૂર્વક ઉજવણી

  • March 09, 2021 11:09 AM 

 

ખામનાથ મહાદેવની પરંપરાગત વરણાંગી નીકળશે

દેવાધિદેવ મહાદેવના મહાપર્વ મહાશિવરાત્રિની આગામી ગુરુવારે ખંભાળિયામાં ઊમંગ ઊત્સાહભેર ઊજવણી કરવામાં આવશે. શિવરાત્રિનાં પાવન દિવસે ખંભાળિયાના વિવિધ શિવાલયોમાં જુદા જુદા દર્શન, મહાઆરતી, સહિતના ધર્મમય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

આગામી ગરૂવાર તારીખ 11 મી ના રોજ મહાશિવરાત્રી નિમિત્તે અહીંના પ્રાચીન અને પ્રખ્યાત શ્રી ખામનાથ મહાદેવની પરંપરાગત વરણાંગીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ વરણાંગી ગુરુવારે સવારે સાડા નવ અત્રે રંગમહોલ સ્કૂલ પાસેથી નીકળી શિવભક્તો સાથે જુદા જુદા વિસ્તારોમાં ફરી અને બપોરે શ્રી ખામનાથ મહાદેવ મંદિર ખાતે સંપન્ન થશે. આશરે એકસો પંદર વર્ષ જૂની આ વરણાંગીમાં શિવભક્તો "હર હર મહાદેવ"ના ગગનભેદી નાદ સાથે હોંશભેર જોડાય છે.

આ ઉપરાંત અહીંના પ્રાચીન અને પ્રખ્યાત શિવમંદિરો એવા શ્રી રામનાથ મહાદેવ, શ્રી શરણેશ્વર મહાદેવ, વિદ્યાશંકર મહાદેવ, જલારામ મંદિર પરિસરમાં આવેલા શ્રી રામેશ્વર મહાદેવ, બાલનાથ મહાદેવ, કોટેશ્વર મહાદેવ, અત્રે સલાયા ગેઈટ પાસે આવેલા સુખનાથ મહાદેવ, દાત્રાણા ખાતે આવેલા શ્રી ધિંગેશ્વર મહાદેવ, જડેશ્વર મહાદેવ, પાડેશ્વર મહાદેવ, વિગેરે શિવમંદિરોમાં ચાર પ્રહરની આરતી, ઘીની મહાપૂજા, મહાઆરતી, વિગેરેનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

મહા શિવરાત્રીના પાવન પર્વને ભક્તિભાવપૂર્વક ઉજવી, પુણ્યનું ભાથું બાંધવા શિવ ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS