મહારાષ્ટ્રનાં આ દાદી યુટ્યુબમાં પૌત્ર પાસે કરાવે વિડીયો અપલોડ : છ લાખથી વધુ સબસ્ક્રાઇબર

  • December 10, 2020 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રમાં રહેતા સુમન ધામને આજે ઈન્ટરનેટનાં સેન્સેશન બની ચુકેલ છે. કેટલાક મહિલા પહેલા તેમને કોઈ ઓળખાતું પણ નહોતું. સુમન મહારષ્ટ્રનાં અહમદનગરમાં રહે છે. ૭૦ વર્ષના સુમનબેન પોઆની રસોઈથી વિશ્વભરમાં પ્રસિદ્ધ થયા છે. સુમનબેન પારંપારિક મહારાષ્ટિયન રસોઈ બનાવે છે.

 

સુમનબેન માત્ર મારાથી બોલવાનું જ જાણે છે. પોતાની યુટ્યુબ ચેનલ ઉપર હાલ સુધીમાં ૧૫૦ રેસીપી શેર કરી ચુક્યા છે અને લાખો લોકોને તેમની વાનગી પસંદ આવે છે. સુમનબેને યુટ્યુબ ચેનલ શરુ કરવા સમયે વિચાર્યું નહોતું કે તેઓને આટલી સફળતા મળશે. કારણકે તેને યુટ્યુબ એટલે શું એ જ ખબર નહોતી.

 

૧૧મા ધોરણમાં ભણતો ૧૭ વર્ષનો તેમનો પૌત્ર યશ દાદીનું યુટ્યુબ ચેનલ સંભાળે છે અને બધું અપલોડીંગ કરે છે. દાદીના હાથનું જમવાનું યશને ખૂબ ભાવતું અને તેથી જ તેને આ ચેનલ શરૂ કરાવી હતી. જે આજે લાખોની કમાણી કરે છે. યુટ્યુબ પર આ સુમનબેનના ૬ લાખથી પણ વહ્ડું સબસ્ક્રાઇબર થઈ ગયા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS