BREAKING NEWS

મહારાષ્ટ્રની પેઢીએ જામનગરના વેપારીના બીલના નાણાં હીં ચુકવતા મામલો અદાલતની એરણે

  • November 12, 2025 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના નાગેશ્ર્વર સ્થિત ચેતના બ્રાસ ઇન્ડ.ના પ્રોપરાઇટર કાંતિલાલ હંસરાજ નકુમ પાસેથી મહારાષ્ટ્રના થાણા જિલ્લાના દીવા મુકામે સ્થિત રોયલ ટ્રેડીંગ નામની પેઢીના પ્રોપરાઇટર સુરેશ ગોપાલ ક્રિષ્નન એ સને ૨૦૨૩માં બ્રાસપાર્ટનો માલ મંગાવી બીલના નાણાં ચુકવવામાંથી હાથ ઉંચા કરી દેતા સમગ્ર મામલો જામનગરના ધારાશાસ્ત્રી મારફત  વાણિજય વિવાદો અંગેની ખાસ અદાલત કોમર્શીયલ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવતા કેસની હકીકતોને અનુલક્ષીને અદાલતે તત્ક્ષણે જ પ્રતિવાદી રોયલ ટ્રેડીંગ સાથે સમન્સ જારી કરવાનો આદેશ છેડયો છે.


આ કેસની હકીકત એવી છે કે, બ્રાસપાર્ટના વ્યાપારી ચેતના બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ જામનગરના નાગેશ્ર્વર વિસ્તારના ઇલેકટ્રીક ઉપકરણમાં વપરાતા સ્ક્રુ નું ઉત્પાદન કરતા હોય, મહારાષ્ટ્રની થાણા જિલ્લાના દીવા ગામની પેઢીએ સને ૨૦૨૩માં જુદા જુદા ત્રણ બીલથી પોતાના ધંધાર્થે માલ મંગાવ્યા બાદ બીલની રકમ ચુકવવામાં ઠાગાઠૈયા કરનાર પેઢીને વાદી કાંતિલાલ નકુમ દ્વારા પાઠવેાયેલ કાનૂની નોટીસને અવગણનાર પ્રતિવાદી રોયલ ટ્રેડીંગના પ્રોપરાઇટર સુરેશ ગોપાલ ક્રિષ્૧્રનના સામે નગરના ધારાશાસ્ત્રી મારફત બીલની તારીખથી વ્યાપારી શિરસ્તા મુજબના દિવસ ૩૦ બાદ કરીને વ્યાજની રકમ સહિત કુલ રૂ. ૧૭,૫૫,૦૪૫ ની લ્હેણી રકમનો દાવો વાણિજયક અદાલત સમક્ષ આગળ ધરતાં કેસની હકીકતો અને પુરાવાઓ ઘ્યાને લઇ કોમર્શીયલ કોર્ટ (ખાસ અદાલત) એ તત્ક્ષણે જ પ્રતિવાદી વિરુદ્ધ સમન્સ જારી કરવાનો હુકમ કરી તા.૧-૧૨-૨૫ના રોજ પ્રતિષવાદીને હાજર રહેવા ફરમાન કર્યું છે.


આ કેસમાં જામનગરના ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણી, જીતેશ મહેતા, સંજના એમ. તખ્તાણી, મનીષા પી. ભાગવત, ન્રિાલી ગોસ્વામી, મુર્તઝા મોદી તથા આસિસ્ટન્ટસ રીના રાઠોડ, પુજા રાઠોડ તથા કિંજલ સોજીત્રા રોકાયેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application