તા.૨૦,૨૧અને ૨૨મી ત્રણ દિવસ દરમ્યાન અક્વાડા અને કૈલાસ બાલવાટિકામાં લોકોને નિઃશુલ્ક પ્રવેશ અપાશે :જોગસ પાર્ક પર રામચરિત આધારિત ચિત્રો અંકિત થશે, કચેરી બિલ્ડીંગ સહિતના સ્થળોને રોશનીથી ઝળહળતા કરાશે.
આગામી તારીખ ૨૨મીના રોજ અયોધ્યા ખાતેના નવનિર્મિત મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા તા.૨૦થી ૨૨મી દરમ્યાન ભાવનગરશહેરમાં ઉજવણી કરાશે. જેમાં ૨૦થી ૨૨ત્રણ દિવસ દરમ્યાન અક્વાડા અને કૈલાસ બાલવાટિકામાં લોકોને નિઃશુલ્ક પ્રવેશ આપવા ઉપરાંત મ્યુ. કચેરી બિલ્ડીંગ સહિતના જાહેર સ્થળોને રોશનીથી ઝળહળતા કરાશે. જ્યારે જોગસ પાર્ક પર રામચરિત આધારિત ચિત્રો અંકિત કરાશે તેમજ ત્રણ સ્થળોએ રંગોળી બનાવવામાં આવનાર છે.
અયોધ્યા ખાતે આગામી તા.૨૨મીના રોજ યોજાનારા રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા ત્રણ દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાશે.
જેમાં તા.૧૯થી ૨૨સુધી શહેરના અક્વાડા તેમજ બોરતળાવ ખાતેની કૈલાસ બાલવાટિકામાં લોકોને નિઃશુલ્ક પ્રવેશ અપાશે. આ ઉપરાંત જાહેરસ્થળોને રોશનીથી ઝળહળતા કરવામાં આવશે.
જયારે શહેરના જોગસ પાર્ક પર રામચરિત આધારિત થીમ સાથેના ચિત્રો અંકિત કરવામાં આવનાર છે. તેમજ શહેરના ત્રણ સ્થળોએ રંગોળી પણ બનાવાશે., આમ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે જેની કમિશ્નર નવિન ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન હેઠળ મહાપાલિકાના જુદાજુદા વિભાગીય વડાની આગેવાની હેઠળની ટીમો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઔદ્યોગિક તાલીમ સંસ્થા ખંભાળિયા ખાતે તા.૦૯ એપ્રિલના રોજ ભરતી મેળો યોજાશે
April 07, 2025 04:35 PMઉનાળામાં આંખોને જરૂર હોય છે સ્પેશિયલ કેરની, આ 5 પોષક તત્વો બનશે મદદરૂપ
April 07, 2025 04:25 PMસરકારે પેટ્રોલ અને ડીઝલમાં 2 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી વધારી, જાણો આની અસર લોકોને થશે કે નહીં
April 07, 2025 04:25 PMઆ મહિલાએ 100 દિવસ સુધી પહેર્યા એકના એક કપડા!
April 07, 2025 03:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech