મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે રાત્રિના રોંગ સાઈડમાં ધસી આવેલી કારે સામેથી આવી રહેલી જીએસટીની ગાડીના ચાલકને પોતાની ગાડી રિવર્સમાં લેવાનું કહ્યું તેની સાથે ઝઘડો કર્યેા હતો. બાદમાં વીરપુરમાં રહેતા મહંતે કારમાંથી નીચે ઉતરી આ કારમાં બોનેટમાં ધૂમો મારી તેમજ લાકડી વડે કાચ તોડી નાખ્યા હતા. તેની સાથેના અન્ય બે શખસોએ પણ કારચાલક સાથે ઝઘડો કરી તેને ગાળો આપી જાહેરમાં ધમાલ મચાવતા અહીં અંડર બ્રિજે ટ્રાફિક ભારે ટ્રાફિકજામ થઈ ગયો હતો. આ અંગે કારચાલકની ફરિયાદ પરથી પોલીસે મહતં અને તેની સાથેના ત્રણ શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં શેઠનગર પાછળ વાલ્મીકિનગર સોસાયટીમાં રહેતા ભાવિન મનસુખભાઈ બેરડીયા(ઉ.વ ૨૯) નામના યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં વિધા કુંજ મેઇન રોડ પર દ્રાક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા ચિરાગ પ્રવીણભાઈ કાલરીયા, વીરપુરમાં ગોવર્ધનભાઈ ધામેલીયાના ડેલામાં રહેતા મહતં યોગી ધર્મનાથ ઉર્ફે જીેશકુમાર નવીનચદ્રં ધામેલીયા, મેટોડાના પ્રવીણ વાઘજીભાઈ મેર અને અભિષેક નામના શખસનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ડ્રાઇવિંગ કામ કરે છે સેન્ટ્રલ જીએસટી રાજકોટ ખાતે કોન્ટ્રાકટમાં તેણે પોતાની ઇનોવા કાર રાખી છે. ગઈકાલ રાત્રિના એક વાગ્યા આસપાસ તે ઇનોવા નંબર જીજે ૧૦ ડીજે ૪૭૮૬ લઈ જીએસટીના અપીલ કમિશનર એસ.પી.સિંગને કાલાવડ રોડ પર આવેલા પ્રેમ મંદિર ખાતે ઉતારી પરત જીએસટીની ઓફિસે ગાડી મૂકવા આવતો હતો. ત્યારે મહિલા કોલેજ ચોક અંડર બ્રિજ પાસે પહોંચતા સામેથી કિસાનપરા ચોક તરફથી રોંગ સાઈડમાં એક બ્રેઝા કાર ઘસી આવી હતી. જેથી યુવાને પોતાની ગાડી ઉભી રાખી દીધી હતી અને સામે ફોરવીલ પણ ઉભી રહી ગઈ હતી.
બાદમાં આ કારમાંથી ડ્રાઇવર સીટની બાજુમાં બેસેલ સાધુ જેવા કપડાં પહેરેલ શખસ નીચે ઉતર્યેા હતો અને તેણે યુવાનની ગાડીના બોનેટ પર ધુમ્બો મારી તારી ગાડી પાછળ લઈ લે તેમ હાથથી ઇશારો કર્યેા હતો. બાદમાં કાચ પાસે આવી કાચ ખોલવાનો ઈશારો કરતા યુવાને કાચ ખોલ્યો ન હતો. દરમિયાન આ શખસે ઉશ્કેરાઇ લાકડીના ઘા મારી ગાડીની પાછળના કાચ ફોડી નાખ્યા હતા.આ સમયે કારમાં બેઠેલા અન્ય બે શખસો પણ નીચે ઉતર્યા હતા જેના હાથમાં પિત્તળની ફરસી હતી જે બંને યુવાનને ગાળો આપી હતી. યુવાને પોતાની કારમાંથી આ કારનો ફોટો પાડી લીધો હતો જે બ્રેઝા કાર નંબર જીજે૩ એનપી ૧૯૮૦ હોય અહીં બંને કાર સામસામે ઉભી હોય જેથી થોડીવારમાં ટ્રાફિક જામ થઈ જતા તુરતં પોલીસને જાણ કરતા પીસીઆર વાન પણ આવી ગઈ હતી.
પોલીસ અહીં આવતા જ આ ચાર શખસોમાંથી ત્રણ શખસો અહીં હાજર હોય યારે એક શખસ નાસી ગયો હતો. યુવાન તથા આ ત્રણેય શખસોને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. બાદમાં યુવાનને આ શખસોના નામ માલુમ પડા હતા જેમાં નાસી ગયેલ શખસનું નામ અભિષેક હોવાનું માલુમ પડું હતું.જેથી યુવાને ચારેય શખસો સામે તેને ગાળો આપી કારમાં તોડફોડ કરી ૮૦૦૦ નું નુકસાન કર્યા અંગેની આ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech