મહંત નૃત્ય ગોપાલદાસની તબિયત લથડી : શ્વાસ લેવામાં તકલીફ

  • November 10, 2020 01:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસની તબિયત અચાનક બગડી છે. મળતી માહિતી અનુસાર મહંતને એમ્બ્યુલન્સ લખનૌ લાવવામાં આવી રહ્યા છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળેલ છે. સાથે સાથે છાતીમાં દુખાવાની ફરિયાદ હોવાનું પણ જાણવા મળ્યું છે.

 

થોડા દિવસ પહેલા જ  મહંત નૃત્ય ગોપાલદાસે કોરોનાને હરાવ્યો હતો અને અચાનક ફરીથી તબિયત લથડતા સૌકોઈ ચિંતા કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યા આંદોલનમાં અહંમ ભૂમિકા નિભાવનાર મહંત નૃત્ય ગોપાલદાસ ઓગસ્ટ મહિનામાં કોરોનાની ઝપેટમાં આવ્યા હતાં. તે સમયે ગુરુગ્રામનાં મેદાતાં હોસ્પિટલમાં ગોપાલદાસની સારવાર કરવામાં આવી હતી અને તેમનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS