જામનગરમાં લેઉવા પટેલ કોવિડ સેન્ટરનો મહંત કૃષ્ણમણિજી મહારાજ ના હસ્તે શુભઆરંભ

  • May 06, 2021 10:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રથમ દિવસે ૨૪ કલાકમાં જ ૨૨ પોઝીટીવ કોરોનાગ્રસ્ત લોકો કોલ સેન્ટર મા દાખલ થયા: સમાજ દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ

જામનગરમાં કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ મા લેઉવા પટેલ કોવિડ કેર સેન્ટર નો પ્રારંભ થયો છે. પ્રણામી સંપ્રદાયના મહંત શ્રી કૃષ્ણમણિજી મહારાજ ના વરદ હસ્તે શુભઆરંભ થયો હતો. જે કોવિડ કેર સેન્ટર શરૂ થયાના પ્રથમ ચોવીસ કલાકમાં જ લેઉવા પટેલ જ્ઞાતિના ૨૨ પોઝિટિવ લોકોએ કોલ સેન્ટર નો લાભ લીધો છે, અને સમાજ દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દીધી છે.

 જામનગર શહેર અને જિલ્લામાં વધી રહેલી કોરોનાની મહામારી ને ધ્યાનમાં લઈને જામનગરમાં લેઉવા પટેલ સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે કોવિડ કેર સેન્ટર તાત્કાલિક અસરથી રણજીતનગર વિસ્તારમાં આવેલા શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ માં ઉભૂ કરી દેવામાં આવ્યું છે. જેનો શુભારંભ પ્રણામી સંપ્રદાયના મહંત શ્રી કૃષ્ણમણિજી મહારાજના હસ્તે કરવામાં આવ્યો હતો.

 આ પ્રસંગે સમાજના પ્રમુખ શ્રી મનસુખભાઈ રાબડીયા, મંત્રી શ્રી અશોકભાઈ પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ભરતભાઈ બોરસદીયા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દિવ્યેશ અકબરી, કોર્પોરેટર પાર્થ કોટડીયા, રાજુભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ રામજીભાઈ ગઢીયા, પૂર્વ ચેમ્બર પ્રમુખ તુલસીભાઇ ગજેરા, સહિતના જ્ઞાતિજનો ઊપસ્થિત રહ્યા હતા.

 કોલેજ કેર સેન્ટર નો પ્રારંભ થતાની સાથે ચોવીસ કલાકના સમયગાળા દરમ્યાન જ્ઞાતિના ૨૨ લોકો કે જેઓ કોરોના પોઝીટીવ છે, તેઓ દાખલ થઇ ગયા છે. અને સમાજ દ્વારા તમામ લોકોને રહેવા જમવા તથા નાસ્તા અને મેડિસિનની વ્યવસ્થા વિના મૂલ્ય કરી દેવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS