એક સમયે ગાજેલા મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપ કૌભાંડના મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરની ઓમાનમાં ધરપકડ કરવામાં આવી છે. એવો આરોપ છે કે તે નકલી ઇન્ડોનેશિયન પાસપોર્ટનો ઉપયોગ કરીને ઓમાનમાં પ્રવેશ્યો હતો. માહિતી અનુસાર, સૌરભ ચંદ્રાકર અગાઉ સંયુકત આરબ અમીરાતમાં રહેતો હતો. ભારતીય તપાસ એજન્સીઓની વિનંતી પર જારી કરાયેલ ઇન્ટરપોલ રેડ નોટિસના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી. તેની ધરપકડ બાદ, ભારત સરકારે તેને પરત લાવવાની પ્રક્રિયા શ કરી છે. ઓમાન સરકાર સાથે કાનૂની પ્રત્યાર્પણ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ રહી છે. હાલમાં, સૌરભ ચંદ્રકરને મસ્કતના અલખૌદ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. તેણે તેનું પ્રતિનિધિત્વ કરવા માટે વકીલોની એક ટીમ પણ નિયુકત કરી છે. દરમિયાન, ઓમાન પોલીસ નકલી પાસપોર્ટના ઉપયોગ અને દેશમાં ગેરકાયદેસર પ્રવેશની તપાસ કરી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, ચંદ્રાકર સીસીએફની સુનાવણી દરમિયાન યુએઈ છોડી ગયો હતો. અધિકારીઓ માને છે કે નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને ઓમાનમાં પ્રવેશ કરવો એ ભારતમાં પ્રત્યાર્પણમાં વિલબં કરવાની ઇરાદાપૂર્વકની વ્યૂહરચનાનો ભાગ હોઈ શકે છે. જેથી ભારત પ્રત્યાર્પણમાં કાનૂની અવરોધો આવી પણ શકે. હકીકતમાં, નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને ઓમાનમાં પ્રવેશ કરવો એ ગંભીર ગુનો માનવામાં આવે છે, જેની સજા લગભગ ત્રણથી પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે