સિંધી યુવા સેના અને રોનક ગ્રુપ દ્વારા મીડિયા પાર્ટનર આજકાલના સંગાથે વેલકમ ચેટીચંડ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. તા.૭-૪ને રવિવારે કલ્યાણમ પાર્ટી લોન્સ ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે સાંજે ૬ વાગ્યાથી સમગ્ર મહોત્સવનો ધામધૂમ સાથે પ્રારંભ થશે જેમાં સાંજે ૬:૩૦ કલાકે વેશભૂષા સ્પર્ધા, સાંજે ૭ કલાકે માત્ર સિવિલના થેલેસેમિક ગ્રસ્ત બાળકો માટે રકતદાન કેમ્પ, સાંજે ૭ વાગ્યે મહાઆરતી અને ત્યારબાદ રાત્રે ૯:૩૦ કલાકે લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકાર પ્ન્ટિુભાઈ ચાવલા વંથલીવાળા અને તેમની કંપની દ્વારા મ્યુઝિકલ બેહરાણા યોજાશે જેને સાંભળવા માટે સિંધી સમાજના ભારે ઉત્સાહ છવાયેલો છે. આ કાર્યક્રમમાં બાળકો ઝુલેલાલ ભગવાનના અવતારનો વેશ ધારણ કરી ભાગ લેશે જેમને પ્રોત્સાહનરૂપે ઈનામ આપવામાં આવશે. તેમ આજકાલની શુભેચ્છા મુલાકાતે આવેલા સિંધી યુવા સેનાના પ્રમુખ દિનેશભાઈ પારવાણી, ઉપપ્રમુખ જયેશભાઈ વધ્યા, મંત્રી અમિતભાઈ સહાની, લીગલ એડવાઈઝર દિપકભાઈ ભાટિયા, કાર્યક્રમ અધ્યક્ષ રાજુભાઈ કેશવાણી, દિપક હરવાણી, મિત ગોરી, ચંદ્રેશ તલાણી, મયુર મંદાણી, નીતિન મંદાણીએ જણાવ્યું હતું.
વેલકમ ચેટીચંડ મહોત્સવના ભવ્ય આયોજન બદલ ,ઝુલેલાલ ભક્ત (એ. આર. પી.), કુંદનાણી પરીવાર (સંતોષ સાડી),લાલવાણી પરીવાર (શ્રીરામ ફાયર્સ),સુનીલભાઈ ચાંદવાણી પરીવાર (રાણાવાવ),મહેશભાઈ બુધવાણી, સંદીપભાઈ ખેમાણી (એડવોકેટ), ધનરાજભાઈ ભવનાણી (૧ સ્ટોપ ઈવેન્ટ), બ્રીજલાલ સોનવાણી (આરકે), સુરેશભાઈ ભંભાણી (રજવાડી કેટરસ),ભાવેશભાઈ સંગતાણી, સુરેશભાઈ ગુરૂબક્ષાણી (સદગુરૂ ઈલેકટ્રીક),નવીનભાઈ છાબરીયા (શિવા બેલ્ટ), મહેન્દ્રભાઈ થાવરાણી (મોડર્ન સાઉન્ડ) નિલેશ પારવાણી (પ્રિન્સ) ) ઈશ્વરભાઈ ગંગાધારાણી, રેલનગર સિંધી સમાજ, હરીૐ લેડીઝ સત્સંગ મંડળ, સન્મુખભાઈ વઘ્યા, સિંધી સોશિયલ યુવા ગ્રુપ,રાસલીલા ગ્રુપ,પૂજા સ્ટુડીયો અશોકભાઈ તોલાણી, પપુભાઈ બજાજ, જય જલારામ બેકરી દીપકભાઈ લાલસાઈ ગ્રુપ (નાના મૌવા), શંકરભાઈ જીવનાની (શંકર વિડીયો), બાવનવિર મંડપ સર્વિસ જે. ડી. પટેલ (કલ્યાણમ પાર્ટી પ્લોટસ)દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.
સિંધી સમાજના અતિથિઓની ઉપસ્થિતિ
કાર્યક્રમમાં સિંધી સમાજના અતીથીઓ સિંધી સમાજના ચેરમેન અને આજકાલના મોભી ધનરાજભાઈ જેઠાણી, પ્રમુખ લીલારામભાઈ પોપટાણી, સંત બાબા ટહેલિયારામ સાહેબ સિંધી પંચાયતના પ્રમુખ ક્રિપાલભાઈ કુંદનાણી, અજીતભાઈ લાલવાણી, સેક્રેટરી બ્રિજલાલભાઈ સોનવાણી, ઓમ નમ: સેવા ફાઉન્ડેશનના પ્રમુખ સુનિલભાઈ ટેકવાણી ઉપસ્થિત રહેશે જયારે મુખ્ય અતિથી તરીકે આજકાલ દૈનિકના મેનેજિંગ ડિરેકટર ચંદ્રેશભાઈ જેઠાણી, મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી, શિવસેના ગુજરાત પ્રદેશ પ્રભારી જીમીભાઈ અડવાણી, વોર્ડ નં. ૩ના કોર્પોરેટર કુસુમબેન સુનિલભાઈ ટેકવાણી તેની અમૂલ્ય હાજરી આપશે.
મહોત્સવનું લાઈવ પ્રસારણ જોવા સબસ્ક્રાઈબ કરો આ ચેનલ
વેલકમ ચેટીચંડ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ આજકાલના ડિજિટલ પ્લેટફોર્મ ઋફભયબજ્ઞજ્ઞસ-ફફષસફફહમફશહુ.ભજ્ઞળ અને ઢજ્ઞીિીંબય ઢ્ઢ ફફષસફફહ ક્ષયૂત પર નિહાળી શકાશે. લાઈવ જોવા આ ચેનલને સબક્રાઈબ કરી રાખો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech