માધુરી દીક્ષિત એક સારી અભિનેત્રીની સાથે સાથે ખૂબ જ સારી ડાન્સર પણ છે. બોલિવૂડમાં આવી બીજી એક અભિનેત્રીનું પણ નામ છે, જે અભિનયની સાથે સાથે ડાન્સમાં પણ માસ્ટર હતી. અભિનેત્રી શ્રીદેવી હવે ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેમનો અભિનય અને ડાન્સ હંમેશા ચાહકોના દિલ પર રાજ કરશે. માધુરી દીક્ષિતનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે શ્રીદેવીના ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. માધુરીનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર થયેલો એક વીડિયો તેના નવા શો 'ડાન્સ દિવાના' નો પ્રોમો છે. આ શોમાં માધુરી દીક્ષિત જજની ભૂમિકામાં નજર આવી રહી છે. પ્રોમો વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે એક સ્પર્ધકે શ્રીદેવીના ગીત 'નૈનો મેં સપના' પર પર્ફોમન્સ આપ્યું હતું, ત્યારબાદ માધુરી પોતાને સ્ટેજ પર જતા રોકી ન શકી. સ્ટેજ પર માધુરીએ શ્રીદેવીના આ ગીત પર ડાન્સ કર્યો. માધુરીએ આ દરમિયાન બ્લેક કલરની સાડી પહેરી હતી.
આ પહેલા પણ આ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ સીઝનના ગ્રાન્ડ પ્રીમિયરમાં આવેલા એક બાળકએ એવો ધમાલ મચાવતો ડાન્સ કર્યો કે જજની ખુરશી પર બેઠેલી માધુરી દીક્ષિત પણ વ્હિસલ વગાડ્યા વિના રહી ન શકી.
ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ દીવાને' ની ત્રીજી સીઝનનું ટેલિકાસ્ટ થઈ રહ્યું છે. આ વખતે માધુરી દીક્ષિત, કોરિયોગ્રાફર ધર્મેશ અને તુષાર તેને જજ કરી રહ્યા છે. કોવિડ -19 પછી આ શોનું શૂટિંગ શરૂ થયું છે. આ વખતે આ શોને હોસ્ટ રાઘવ હોસ્ટ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationદ્વારકા : દરિયામાંથી મળ્યો મહિલાનો મૃતદેહ
April 15, 2021 07:32 PMરાજકોટ : મૃતદેહ મેળવવા માટે થાય છે ૧૮ કલાક
April 15, 2021 07:28 PMરાજકોટ : દાણાપીઠમાં દુકાનો બપોરના 3 વાગ્યા બાદ રહેશે બંધ
April 15, 2021 07:25 PM