પૂર્વ સાંસદ અને ગુજરાતમાં જનસંઘ-ભાજપનો પાયો નાખનારાઓ નેતાઓમાંના એક એવા ભાજપના દિગ્ગજ નેતા સ્વ.ચીમનભાઈ શુક્લના ધર્મપત્ની અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તેમજ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ માટે વાત્સલ્ય મૂર્તિ સમા સ્વ.મધુબેન ચીમનભાઈ શુક્લ (ઉં.વ.૯૭) તે કૌશિકભાઈ શુક્લ, કશ્યપભાઈ શુક્લ અને શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી અને નેહલભાઈ શુક્લના માતુશ્રી તથા સ્વ.અભયભાઈ ભારદ્વાજ અને નીતિનભાઈ ભારદ્વાજના કૌટુંબિક મોટાબેનનું આજરોજ બપોરે તેમના નિવાસસ્થાને અવસાન થતા શુક્લ,ભારદ્વાજ અને નથવાણી પરિવારને માતૃશોક થયો હતો. સદગતની સ્મશાનયાત્રા આજે સાંજે ૬:૩૦ કલાકે કશ્યપભાઈ શુક્લના નિવાસ્થાન રાજગૃહી, નૂતનનગર શેરી નં.૨, કાલાવડ રોડ ખાતેથી મોટા મવા મોક્ષધામ જશે. મધુબેનના દુઃખદ નિધનના પગલે રાજકોટ શહેર ભાજપ દ્વારા આજે યોજવામાં આવનારી મહારેલીનો કાર્યક્રમ પણ મોકૂફ રાખવામાં આવ્યો હતો અને ભાજપના તમામ નેતાઓ, આગેવાનો, કાર્યકર્તાઓ સદગતને પુષ્પાંજલી અર્પણ કરવા તેમના નિવાસ સ્થાને ઉમટી પડ્યા હતા.
સ્વ.મધુબેન શુક્લને કોઇ જ બિમારી ન હતી અને સ્વસ્થ જીવન જીવી રહ્યા હતા પરંતુ છેલ્લા થોડા દિવસથી તબિયત નાદુરસ્ત રહેતી હોય ડોક્ટરને ઘરે બોલાવી હેલ્થ ચેક અપ કરાવ્યું હતું, તેમાં પણ બધું નોર્મલ આવ્યું હતું પરંતુ અવસ્થાને કારણે અશક્તિ રહેતી હોવાનું નિદાન થયું હતું.દરમિયાન આજે બપોરે ફરી તબિયત નાદુરસ્ત થતા ડોક્ટરને હોમ વિઝિટ માટે બોલાવ્યા હતા ત્યારબાદ એકાએક ૧૨:૩૦ કલાકે તેમણે દેહ ત્યાગ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application