ચારણ - ગઢવી સમાજના પૂજ્ય સોનલ માતાજીના જન્મોત્સવ નિમિત્તે યાત્રાધામ દ્વારકાના જગત મંદિરના શિખર પર આગામી ૧૦૦ વર્ષ સુધી દર વર્ષે તા. ૮ જાન્યુઆરીએ નૂતન ધ્વજારોહણ કરાશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.
સમસ્ત ચારણ - ગઢવી સમાજ સાથે અઢારે વરણના પૂજનીય સોનલ માતાજીના જન્મોત્સવ પર્વની દર વખતે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગત વર્ષે સોનલમાંના ૧૦૧ માં જન્મ દિવસ નિમિત્તે ચારણ ગઢવી સમાજ દ્વારા દ્વારકાના સુપ્રસિધ્ધ જગતમંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતો-મહંતો તેમજ જ્ઞાતિના આગેવાનો, હોદ્દેદારો વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે દ્વારકાધીશ મંદિરના શિખર પર માતાજીના જન્મ દિવસ નિમિત્તે દર વર્ષે તા. ૮ જાન્યુઆરીના રોજ નુતન ધ્વજારોહણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં મઢડાના સોનલ ધામની ધ્વજા લહેરાવવા માટે સમગ્ર ચારણ સમાજનું આ આયોજન છે. આ ભવ્ય આયોજન ચારણ (ગઢવી) સમાજ સાથે માઈભક્તોમાં આવકારદાયક બની રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application