મચ્છુ ૧ કેનાલમાં ગાબડું પડતા લજાઈ નજીક કેનાલના પાણી રોડ પર ફરી વળ્યા

  • February 27, 2021 12:32 AM 

મચ્છુ ૧ સિંચાઈ યોજના અંતર્ગત નીકળતી કેનાલમાં સાઈ ફન તૂટી જવાથી ભંગાણ સર્જાયું હતું જે ભંગાણને પગલે કેનાલના પાણી રોડ પર ફરી વળ્યા હતા જેથી રોડ પર જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી બનાવની મળતી માહિતી મુજબ મચ્છુ કેનાલમાં સાઈફન તૂટી જવાથી લજાઈ ગામ પાસે રોડ પર પાણી ફરી વળ્યા હતા હાઈવે ઓથોરીટી દ્વારા સાઈડ ગટરનું કામ ચાલતું હોય ત્યારે સાઈફન બાજુમાં ગાબડું પડ્યું હતું જેના પગલે કેનાલ ચાલુ હોવાથી કેનાલના પાણી રોડ પર ફરી વળ્યા હતા જે બનાવ મામલે મચ્છુ ૧ સિંચાઈ વિભાગ ડેપ્યુટી ઈજનેર વિજય ભોરણીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે કેનાલનું સાઈફન તૂટ્યું હોવાથી કેનાલના પાણી રોડ પર ફરી વળ્યા છે જોકે ઘટનાની જાણ થતા તુરંત કેનાલમાં પાણી બંધ કરાવ્યું હતું અને હાઈવે ઓથોરીટીને રીપેરીંગ માટે સુચના પણ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું જોકે રોડ પર પાણી ફરી વળતા ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS