મા અમૃતમ, આયુષ્યમાન ભારત કાર્ડવાળા દર્દીઓને ગાંધીનગરથી અપાતી મંજુરી જલ્દી આપવા રજુઆત

  • July 10, 2021 09:49 AM 

ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા આરોગ્યમંત્રીને પત્ર પાઠવી જણાવી વાસ્તવિકતા

જામનગર શહેરમાં આવેલ સરકારી જી.જી. હોસ્પિટલએ ગુજરાત રાજયની બીજા નંબરની સરકારી હોસ્પિટલ છે. અહીં જુદી જુદી બીમારીઓ સંબંધમાં આવતા દર્દીઓ કે જે દર્દીઓ માં અમૃતમ આયુષ્યમાન ભારત કાર્ડનાં લાભાર્થી હોય, તેવા દર્દીઓને જાનગર શહેરની જી.જી. હોસિપટલ તથા અન્ય ખાનગી હોસ્પિટલ કેજયાં આ કાર્ડ પર સારવાર ઉપલબ્ધ છે આ તમામ હોસ્પિટલોમાં સારવાર અર્થે તબીબો દ્વારા દર્દીને ોજઇ તપાસી અને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર પુર્ણ કરી વધુ સારવાર અર્થે માં અમૃતમ આયુષ્યમાન ભારત કાર્ડછે કે કેમ તેની પુષ્ટી કરવામાં આવે છે.

જામનગરની સરકાીર જી.જી. હોસિપટલોમાં તો જયારે દર્દીને હાથપગમાં હાડકા વિભાગની ઇજાઓ હોય છે ફેકચર થયેલા હોય છે એવા કિસ્સામાં દર્દીઓ કાર્ડના લાભાર્થી હોય ત્યારે જ ઓપરેશન થાયછે. અને અન્ય વિભાગોમાં પણ દર્દીઓની તબીબી અભિપ્રાય મેળવી સુનિશ્ર્ચિત કરેલ માં અમૃતમ કાર્ડની ઓફીસના અધિકારીઓ તબીબી અભિપ્રાય અને તપાસસાથેની ફાઇલ ઓનલાઇન સ્ટેટમાં એટલે કે ગાંધીનગર મંજુરી અર્થે મોકલવામાં આવે છે. પરંતુ છેલ્લે કેટલાક સમયથી ગાંધીનગરથી લેવાની થતી મંજુરી નહીં મળતી હોવાની રજુઆતો અમારા સમક્ષ થયેલ છે.

ઇમરજન્સી અકસ્માતની સારવારનાં કિસ્સા, કિડનીના રોગની બીમારીમાં કરવામાં આવતા ડાયાલીસીસ તેમજ જુદા જુદા રોગથી પીડાતા ગરીબ અને મઘ્યમ વર્ગના દર્દીઓ તેમની ફાઇલની મંજુરી મળે તેની રાહ જોઇ જોઇને પીડાતા હોય છે. લાંબા સમય સુધી ગાંધીનગર (સ્ટેટ) માંથી મંજુરી નહીં મળતી હોવાથી અત્યંત કફોડી સ્થિતિમાં મુકાઇ જાય છે. તેમજ બીમારીથી ખુબ જ પીડાઇ રહ્યા છે.  કારણકે કેટલાય કિસ્સામાં ઇમરજન્સી ઓપરેશન અને સારવાર ખર્ચમા માં અમૃતમ આયુષ્યમાન ભારત કાર્ડના લાભ સાથે આપવાનો હોય છે. પરંતુ ગાંધીનગરથી આવા ગરીબ તેમજ મઘ્યમ વર્ગના દર્દીઓને સારવાર ખર્ચમાં માં અમૃતમ, આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ કરવાનો હોય છે.

માં અમૃતમ, આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ સારવાર કરવાનાં ખર્ચની રજયનાં આરોગ્ય વિભાગ દ્વારા મંજુરી મળી નહીં હોવાથી આવા બધા દર્દીઓને વિના વાંકે અને સરકારની ઢીલી નીતિને કારણેપીડાઇ રહ્યા હોવાથી જામનગર શહેરમાં આવેલ સરકારી જી.જી. હોસ્પિટલની ગરીબ મયમ વર્ગના દર્દીઓની માં અમૃતમ, આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ સારવાર લેવા માટેની ખર્ચની મંજુરીની ફાઇલો સબંધમાં બીનજરી વિલંબ ટાળી તાત્કાલિક અસરથી નિરાકરણ કરવા માટે જે તે આરોગ્ય વિભાગનાં જવાબદાર સંબંધિત અધિકારીઓને સુચિત કરવા ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા આરોગ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS