વીવાયઓ પરિવારના સહયોગથી શરુ થયેલા નવા ઓક્સીજન પ્લાન્ટ કાર્યને આવકારતા સાંસદ

  • June 05, 2021 01:51 PM 

પૂનમબેન માડમે દાતાઓના કાર્યને આવકાર્યું

વિશ્વવ્યાપી કોરોના મહામારીના કપરા સમયમાં પ્રાણવાયુ-ઓકસીઝનની તાતી જરૂરીયાતને લક્ષમાં લઈ કેનદ અને રાજય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે, ત્યારે જામનગર-દેવભૂમિ દારકા જીલ્લામાં જામતગર શહેર ઉપરાંત બન્ને જીલ્લાના મુખ્ય શહેરો અને સી.એચ.સી. સેન્ટરો ઉપર પણ ઓકસીઝનની ખૂબ જ જરીયાત હોવા અંગે વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પૂજયશ્રી વ્રજરાજકુમારજીને ભારપૂર્વક આગ્રહ કરતા વીવાયઓ પરીવાર દ્વારા આ રજુઆતનો સ્વીકાર કરતા માત્ર એક અઠવાડીયામાં જ ખાસ કિસ્સા તરીકે કાલાવડ અતે ભાણવડની સરકારી હોસ્પીટલને ઓકસીઝન પ્લાન્ટસ ફાળવવામાં આવતા ત્રણ દિવસ પહેલા શુભારંભ કરાયો છે.

ગુજરાત રાજયમાં અનેક ઓકસીઝન પ્લાન્ટસનું દેશના માન.ગુહમંત્રી અમીતભાઈ શાહના વરદહસ્તે ગુજરાતના માન.મખ્યમંત્રી વિજયભાઈ પાણી અને ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતીમાં શુભારંભ કરાયો છે. જેમાં જામનગર શહેર ઉપરાંત કાલાવડ અને ભાણવડ સરકારી હોસ્પીટલ ખાતે પણ નવા ઓકસીઝન પ્લાન્ટસની સુવિધા ઉપલબ્ધ થઈ છે. બન્ને જીલ્લામાં આ ઓકસીઝન પ્લાન્ટસ મળે તે માટેના સઘન પ્રયાસોથી કોરોના મહામારીના આજના સમયે તત્કાલ ઓકસીઝનની સુવિધા ઉપલબ્ધ થઈ છે, આ બહમૃલ્ય પ્રેરણાદાયી સેવા કાર્ય બદલ શ્રી વલ્લભકુલભષણ વૈષ્ણવાચાર્ય પૂજય વ્રજરાજકુમારજી તથા વીવાયઓ (વલ્લભ યુથ ઓર્ગનાઈઝેશન) પરિવાર અને સર્વે દાતાઓના આ સેવાકીય યોગદાનને બદલ સાંસદ પૂનમબેન માડમએ આભાર સાથે આવકારી અભિનંદન પાઠવેલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS