જામનગર ફેકટરી ઓનર્સ એસો.ની એપનું સાંસદના હસ્તે લોન્ચિંગ

  • May 28, 2021 10:12 AM 

જામનગર ફેકટરી ઓનર્સ એસો. દ્વારા તેમના સભ્યોની ઉત્પાદિત પ્રોડકટને રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય બજાર મળી રહે અને તેમનો વૈશ્ર્વિક પ્રચાર થાય તે માટે સંસ્થા દ્વારા સભ્યોની સંપૂર્ણ માહિતી સભર www.jamnagar factoryassociation.co.in ના નામની વેબસાઈટ તથા મોબાઈલ એપનું સાંસદ પૂનમબેન માડમના હસ્તે તા.24.5.21ને રવિવારના રોજ લૉન્ચિંગ કરવામાં આવ્યું. કોરોનાના કારણે સરકારની ગાઈડલાઈન મુજબ પ્રમુખ લાખાભાઈ કેશવાલા, માનદ મંત્રી અશોકભાઈ દોમડિયા, ખજાનચી ભાઈલાલભાઈ ગોધાણી તેમજ સંપાદક મનસુખભાઈ સાવલાની ઉપસ્થિતિમાં જ લૉન્ચિંગ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. જામનગર ફેકટરી ઓનર્સ એસો.ની વેબસાઈટમાં બ્રાસ ઉદ્યોગનો ઈતિહાસ, સંસ્થા દ્વારા સંચાલિત મેટલ ટેસ્ટિંગ લૈબની વિગત, જામનગરમાં બનતા બ્રાસપાટર્સની વિગત, ઉદ્યોગો સંબંધિત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતાં પરિપત્રોની માહિતી, જામનગરના ઉદ્યોગો તથા સભ્યોની વિગતો, મહત્વની વેબસાઈટની લીંક, દેશ-વિદેશમાંથી આવતી ઈન્કવાયરી વગેરે સહિતની ઉપયોગી માહિતીઓનો સમાવેશ કરવામાં આવનાર છે.

આ વેબસાઈટ તથા એપની વિષશેષતા એ છે કે, સંસ્થાના સભ્ય એકમો પાસેથી બહારગામની પાર્ટીઓ માલ ખરીદ કરી પેમેન્ટ નહીં આપી છેતરપિંડી કરતી હોય છે, આ ઉપદ્રવને રોકવા માટે તથા આવી પાર્ટીઓની ઓળખ અન્ય ઉદ્યોગકારોને પણ થાય અને તેનો ભોગ ન બને તે માટે સંસ્થાઓએ તેમની વેબસાઈટ-એપમાં ડીસ્પ્યુટેડ પાર્ટીની નામાવલી મૂકવાનું પણ આયોજન કરેલ છે, જેનાથી ઉદ્યોગકારો આર્થિક નુકસાનીથી બચી શકે.

આ વેબસાઈટ પર જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના તમામ સભ્યો તેમની વિગતોનું ફ્રી લિસ્ટિંગ કરાવી શકશે. વિશેષમાં જે ઉદ્યોગકારો પોતાની વેબસાઈટ ન ધરાવતા હોય તેઓ અત્યંત વાજબી દરથી તેમની જાહેરાત, કેટલોગ મૂકી શકે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તો સર્વે સભ્યોને આ વેબસાઈટ દ્વારા તેમના ધંધાનો વ્યાપ વધારવાની આ તકનો લાભ લેવા માનદ મંત્રી અશોકભાઈ દોમડિયા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)