વેરતીયા-બજરંગપુરમાં ‘નલ સે જલ’ યોજનાનું સાંસદને હસ્તે ખાતમુહુર્ત

  • July 16, 2021 10:34 AM 

પુનમબેન માડમ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનારને એવોર્ડ અપાયો

વેરીતયા બજરંગપુર ગામે નલ સે જળ વાસ્મો યોજના અંતર્ગત ખાતમુહુર્ત પ્રસંગે પધારેલ સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, જિલ્લા કારોબારી ચેરમેન ભરતભાઇ બોરસદીયા, જિલ્લા સદસ્ય કમલેશ ધમસાણીયા તાલુકા પ્રમુખ હસમુભાઇ ફાચરા, માર્કેટયાર્ડ ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, તા.પ. કારોબારી સદસ્ય સંગીતાબેન કાંતીલાલ, જિલ્લા ભાજપ યુવામોરચો મહામંત્રી ગિરિરાજસિંહ જાડેજા રામભાઇ, કાર્યપાલક ઇજનેર વી.વી. કારીયા ડીસ્ટ્રીક કો.ઓડિનેટ દુષ્યંતસિંહ જાડેજા, આ મેનેજર અમીબેન ગોંડલિયા ઉપસ્થિત રહ્યા હતા.

નળ સે જળ યોજના અંતર્ગત ા. 42,48000 ની યોજનાનું ખાતમુહુર્ત પુનમબેન માડમના હસ્તે કરવામાં આવેલ હતું ગામના સરપંચ  વષર્બિેન હીરાભાઇ સબાડ, ઉપસરપંચના પતિ પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા સદસ્યના પતિ કાંતિલાલ દુધાગરા, હીરાભાઇ આર. સબાળ, ગ્રામ પંચાયત સદસ્ય પાણીસમિતિ, ગામના આગેવાનોના ઉપક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

આ કાર્યક્રમમાં વેરતીયા બજરંગપુર ગામે છેલ્લા 4 વર્ષમાં કરેલ વિકાસના કામો કરવા બદલ ગામ આગેવાનો તરફથી સાંસદ પુનમબેન માડમના હસ્તે ગમના સરપંચ વષર્બિેન હીરાભાઇ સબાડ અનેગામમાં અત્યાર સુધીમાં તલાટી કમ મંત્રી તરીકેની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રફુલ્લભાઇ હરીલાલ ચૌહાણને પુનમબેનના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં આજુબાજુના ગામના સરપંચ તથા આગેવાનો પધારેલ હતા. આ કાર્યક્રમનું સંચાલન કાંતીલાલ દુધાગરા તથા હાર્દિકભાઇ ભંડેરી દ્વારા કરવામાં આવેલ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS