સતત ત્રીજી વખત શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની રચનાના પ્રતિસાદ રૂપે જનતાના વિશ્ર્વાસને સાકાર કરનારૂ દરેક વર્ગને આવરી લેતુ અને અમૃતવર્ષમાં ઐતિહાસીક જોગવાઇઓ સાથેનુ વર્ષ ૨૪-૨૫નુ અંદાજપત્ર નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણજી એ સંસદમાં રજુ કર્યુ
ઉર્જા-ટેકનોલોજી-શિક્ષણ-કૌશલ્ય અને રોજગાર-ઔદ્યોગીક ઉદારીકરણ-ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી -ગ્રામ્ય અને શહેરી વિકાસ- મહિલા ઉત્કર્ષ -ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર જોગવાઇઓ સાથેના દુરંદેશી બજેટ માટે આપણે સૌ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને માનનીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણજી ના ખૂબ ખુબ આભારી છીએ તેમ જણાવતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લા સંસદસભ્યશ્રી
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબએ લોકસભા ચુંટણી વખતે જનતાને જે ગેરંટી આપી હતી તે ગેરંટીમાં સંપુર્ણ વિશ્ર્વાસ સાથે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રમા સરકાર બનાવવાની દેશની જનતાએ જે તક આપી તેના આદર, સન્માન અને પ્રતિસાદ રૂપે કેન્દ્ર સરકારનુ વર્ષ ૨૦૨૪-૨૦૨૫નુ બજેટ દરેક વર્ગને આવરી લેતુ અને વિકસીત ભારતને સાકાર કરનારૂ છે તેમ જણાવી ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને માનનીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણજીનો આભાર વ્યક્ત કર્યો છે.
વિકસીત ભારત"નો ભવ્ય પથ કંડારતા અને ગરીબો-મહિલાઓ-યુવા અને અન્નદાતા કેન્દ્રીત બજેટ અંગે વધુમાં સાંસદ શ્રી પૂનમબેન માડમએ જણાવ્યુ હતુ કે, એક તરફ ભારતના બજેટ ઉપર સમગ્ર વિશ્વની નજર હોય છે. તેમજ ભારત વિશ્વની ત્રીજી આર્થિક મહાસતા બનવા તરફ મક્કમ કદમ માંડી ચુક્યુ છે, ત્યારે વિશ્ર્વની સરખામણીએ આપણા રાષ્ટ્રને આગવી ઓળખ સ્થાપીત કરનારૂ આ બજેટ છે.
આ તકે સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ એ બજેટના વિશ્ર્લેષાત્મક પ્રતિભાવમા જણાવ્યુ છે કે પરંપરાગત અને બિનપરંપરાગત, ઉર્જા તેમજ હરણફાળ ભરતી ટેકનોલોજીની અવિરત પ્રગતિ સાથે સાથે ભારતના ભાવિને મક્કમતા સાથેના દિશા નિર્દેશ આપતુ વૈવિધ્યતા સભર શિક્ષણ અને કૌશલ્ય તાલીમ બાદમા રોજગારીની નવી તકો નુ નિર્માણ કરતા આ બજેટમાં ઔદ્યોગીક ઉદારીકરણ પરંપરાગત પ્રાકૃતિક ખેતી આધુનિક ખેતીની દિશામાં ભારતના ખેડૂત (અન્નદાતા) માટે ઉપજ અને આવકની દિશાઓ અને દ્વાર ખોલતુ આ બજેટ છે. તેમજ ભવ્ય ભારતનો આત્મા ગામડામાં વસતો હોઇ ગ્રામ્ય સ્તરે સર્વાંગી વિકાસ અને નગરોની સમાંતર જ માળખાકીય સુવિધાઓ સાથે વિકસવાની તકો અને સમયની માંગ મુજબ શહેરી વિસ્તારોનો હજુય ઝડપી વિકાસ કરવા નોંધપાત્ર નાણાંકીય જોગવાઇઓ સાથેના આ બજેટમાં મહિલા ઉત્કર્ષ, હાઇવે, સડક સાથે સાથે દરેક કનેક્ટીવીટીનો રોડમેપ અને જુદા જુદા પરીવહન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ની તકો સાથેના આ બજેટમાં દુરંદેશીતાનું દર્શન થાય છે, તેમ જણાવી સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ જણાવ્યુ છે, કે સામાન્ય વર્ગના સપના સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વ્યાપ વધારાયો છે તો નોકરીયાત વર્ગને આવકવેરાનુ ભારણ ન રહે તે મુજબના ઇન્કમટેક્સના સ્લેબની દરખાસ્ત સાથે ટીડીએસ બાબતે કોઇ આકરા પગલા નાબુદ કરતુ આ અંદાજપત્ર દેશના નાગરીકો પ્રત્યેની સંવેદનાની કટીબદ્ધતા વ્યક્ત કરનારૂ છે.
સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ એ આ અખબારી નિવેદનમા એ પણ જણાવ્યુ છે કે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દીર્ઘદ્રષ્ટીવંત માર્ગદર્શનમાં નાણામંત્રી શ્રી સીતારમણજીએ રજૂ કરેલું કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ દેશનો વિકાસ- પ્રગતિ અને સ્થિરતા સાથે જન જન ના સપના સાકાર કરવાનુ સુનિશ્ચિત કરશે તેમજ ગૌરવપુર્ણ રીતે એમ પણ જણાવ્યુ છે કે, વૈશ્વિક સ્તરે ભારતના ખેતી-રોજગાર- ઉત્પાદન-શિક્ષણ-ખેતી સહિત દરેક ક્ષેત્રમાં સંશોધન-આરોગ્ય-મહિલા ઉત્કર્ષ ટેક્સ ઉદારીકરણ સહિતના ક્ષેત્રોમાં સૌના વિશ્વાસને પ્રતિપાદીત કરતા પ્રોત્સાહક, આદર્શ અને સમર્થ બજેટ માટે આપણે સૌ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણજીના ખૂબ ખુબ આભારી છીએ, એટલુ જ નહી આત્મનિર્ભર ભારત માટે અંદાજપત્રની જોગવાઇઓથી આઝાદીના અમૃતકાળમાં રાષ્ટ્ર પ્રગતિના નભને આંબશે અને વિકસીત ભારતનો સંકલ્પ સાકાર થશે તેવો દ્રઢ વિશ્ર્વાસ શ્રી પૂનમબેન એ વ્યક્ત કરીને ઉમેર્યુ છે કે, છેલ્લા એક દાયકામાં નાગરીકોના જીવનમાં જે સ્થિરતા અને પ્રગતિ સાથે સુખાકારીનુ સિંચન થયુ છે એ જ દિશામાં જન જનના જીવનના દરેક આયામો, રાષ્ટ્રની પ્રગતિના માપદંડ તેમજ ઉત્પાદકતાની અગાધ તકોની વૈશ્ર્વીક સ્તરે સ્પર્ધા થાય તે દિશા માટેની સર્વાંગી જોગવાઇઓ સાથેનુ આ બજેટ લેન્ડ માર્ક પુરવાર થશે તેવો દ્રઢ વિશ્ર્વાસ શ્રી પૂનમબેન માડમએ વ્યક્ત કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમૂડીઝે રૂપિયાને સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ચલણ ગણાવ્યું
January 24, 2025 10:39 AMભાટિયા કેન્દ્રમાં જવાહર નવોદયની લેવાતી પ્રવેશ પરીક્ષા
January 24, 2025 10:35 AMજોડિયા: ગીતા વિધાલયમાં રામચરિત માનસની અંખડ ચોપાઈના અનુષ્ઠાનનો પ્રવેશ
January 24, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech