કાલાવડ એપીએમસીની મુલાકાત લેતા સાંસદ પૂનમબેન માડમ

  • June 29, 2021 10:45 AM 

ચણા ખરીદીની પ્રક્રિયા અંગે સાંસદે ખેડૂતોને સાથે કરી સમીક્ષા

સરકાર દ્વારા ખેડૂતોની ખેત ઉત્પાદનની વિવિધ જણસીઓ ટેકાનાં ભાવે ખરીદ કરી ખેડૂતોને આર્થીક લાભ મળી રહે તે માટે સમયાંતરે ટેકાનાં ભાવે ખરીદી પ્રક્રિયા ચાલે છે, હાલમાં ખેડૂતો પાસેથી ટેકાનાં ભાવે કઠોડની ખરીદી ચાલુ હોય જેથી તા.27/06/2021નાં રોજ જામનગર સાંસદ પૂનમબેન માડમએ કાલાવડ એપીએમસીની મુલાકાત લઈ સ્થળ ઉપર ચણા ખરીદી પ્રક્રિયા અંગે સમિક્ષા કરી ખેડૂતો સાથે ચચર્િ કરી ખેડૂતોની જણસીઓ ની ખરીદી પારદર્શી રીતે થાય તથા ખેડૂતોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે સ્થાનીક એપીએમસી કેન્દ્રમાં સરળપ્રક્રિયા માટે જરી સુચનો આપેલ.

મુલાકાત સમયે સાંસદશ્રી પૂનમબેન માડમની સાથે એપીએમસી ચેરમેન યુવરાજસિંહ જાડેજા, તાલુકા ભાજપા પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા, જીલ્લા યુવા ભાજપા પ્રમુખ ભૂમિતભાઈ ડોબરીયા અને અગ્રણી જયેશભાઈ વાઘાણી તથા જમનભાઈ તારપરા વિગેરે ઉપસ્થિત રહેલ હતાં.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)