કાલાવડમાં અટલ કોવિડ આઈસોલેશન સેન્ટર તથા સામુહિક આરોગ્ય કેન્દ્રની મલાકાતે સાંસદ પૂનમબેન માડમ

  • May 10, 2021 11:02 AM 

સુવિધા તથા જરૂરીયાત અંગે ચચર્િ કરી હતી અને દર્દીના સગા-સબંધીઓ સાથે વાતચીત કરી જવાબદાર કર્મચારીઓને જરૃરી સુવિધાઓ પુરી પાડવા સુચના આપી

કાલાવડમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લેઉવા પટેલ સમાજ સંચાલીત ક્ધયા છાત્રાલય તથા જેપીએસ સ્કુલના સંયુક્ત ઉપક્રમે અટલ કોવિડ આઈસોલેશન સેન્ટર શરૃ કરવામાં આવેલ છે.

જામનગર-દેવભૂમિ દ્વારકાના સંસદસભ્ય પૂનમબેન માડમે મુલાકાત લઈ સેન્ટરના કાર્યકતર્ઓિ સાથે સુવિધા તથા જરૂરીયાત અંગે ચચર્િ કરી હતી અને દર્દીના સગા-સબંધીઓ સાથે વાતચીત કરી જવાબદાર કર્મચારીઓને જરૃરી સુવિધાઓ પુરી પાડવા સુચના આપી હતી. આ આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓને ભોજન, દવા, સારવારની નિ:શૂલ્ક સેવા આપવામાં આવે છે. તેમજ એમ્બ્યુલેન્સની સેવા પણ આપવામાં આવે છે. સંસદસભ્ય પૂનમબેન માડમે સેન્ટરના પૂર્વ ધારાસભ્ય મેધજીભાઈ ચાવડા, જીલ્લા ભાજપ મહામંત્રી મનોજભાઈ જાની, તાલુકા ભાજપ પ્રમુખશ્રી ગાંડુભાઈ ડાંગરીયા, શહેર ભાજપ પ્રમુખ કશ્યપભાઈ વેષ્ણવ, તાલુકા પંચાયત પ્રમખશ્રી એમ.પી. ડાંગરીયા, કાલાવડ નગરપાલિકા પ્રમખ અજમલભાઈ ગઢવી, જીલ્લા પંચાયત સભ્ય જગદીશભાઈ ચાંગાણી, લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટી જમનભાઈ તારપરા, નાનજીભાઈ ચોવટીયા, વલ્લભભાઈ કથીરીયા, રાજુભાઈ મારવીયા, અભિષેક પટવા વિગેરે તમામ કાર્યકતર્ઓિની સેવાને બિરદાવી અભિનંદન આપેલ.

કોવિડ સેન્ટરમાં અપાતી નિ:શુલ્ક સારવાર માટે સહભાગી બની તે માટે પૂનમબેન માડમ દ્દારા તેમના તરફથી જરી રકમની સહાય કરવામાં આવેલ. તદુપરાંત કાલાવડ ખાતે આવેલ સામુહીક આરોગ્ય કેન્દૂની જીલ્લા તેમજ તાલુકા પદાધિકારીઓ તથા કાર્યકરો સાથે મુલાકાત લઈ ડોકટર તેમજ મેડીકલ સ્ટાફ સાથે આરોગ્ય કેન્દ્રમાં અપાતી સારવારની વિગતો મેળવીને દર્દીઓને જરી સુવિધા પુરી પાડવા અંગે સુચન કરેલ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS