ખંભાળીયાની જનરલ હોસ્પિટલ ખાતે ૯ હજાર લિટરની ઓકસિજન ટેન્કનું લોકાપર્ણ કરતા સાંસદ પૂનમબેન માડમ

  • May 04, 2021 08:22 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને કોરોના વાયરસની અસર દેખાય તાત્કાલિક નજીકના પ્રાથમિક કેન્દ્રમાં જરૂરી ટેસ્ટ કરવા અપીલ કરતા સાંસદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા તેમજ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સ્થાનિક કક્ષાએ કોરાનાની અદ્યતન સારવાર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સારવારની સુવિધાને વિસ્તારવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે સાંસદશ્રી પૂનમબેન માડમના હસ્તે જનરલ હોસ્પિટલ ખંભાળીયા ખાતે ૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ ૯ હજાર લીટર ઓકસિજન ટેન્કનું લોકાપર્ણ રિબીન કાપીને કરવામાં આવ્યું હતું.

ઓકસિજન ટેન્કના લોકાપર્ણ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યું હતુ કે, ખંભાળીયા સિવીલ હોસ્પિટલમાં અત્યારે ૧૧૦ બેડ ઓકસિજનના ઉપલબ્ધ છે તેમાં કેટલાક વેલ્ટીનેટર પરના દર્દીઓને ઓકસિજનની વધુ જરૂરીયાત હતી અને કેટલાક દર્દીઓને ઓકસિજના અભાવે દાખલ કરી શકતા ન હતા પરંતુ રાજય સરકારના સતત પ્રયત્નો રહયા છે કે ખંભાળીયાની હોસ્પિટલને ઓકસિજન ટેન્ક મળે. આર.એસ.પી.એલ. કંપની કુરંગા દ્વારા ૫૦ લાખના ખર્ચે ૯ હજાર લીટરની ટેન્ક જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત કરવામાં આવી. તેમજ વધુમાં કહયું હતુ કે ભારત દેશમાં ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકો વેકસિનેસનો કાર્યક્રમ ચાલી રહયો છે તે અંતર્ગત આપના જિલ્લાના લોકો બંન્ને ડોઝ લઇ આપની સુરક્ષા આરક્ષિત કરીયે. તેમજ વધુમાં તેમણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને અપિલ કરીને ગામડાના લોકોને કોરોના વાયરસનું સંક્રમણ દેખાય તો તાત્કાલીક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઇ કોઇ ડર રાખયા વગર જરૂરી ટેસ્ટ કરાવી ધરમાં જ સારવાર લઇએ અથવા નજીકના સારવાર કેન્દ્રમાં દાખલ થઇ સારવાર લેવા અપિલ કરી હતી.

અત્રે નોંધનીય છે કે ખંભાળીયા જનરલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધી ૧૯ હજાર ઓકસિજની કેપેસીટી હતી તેમાં આજે ૯ હજારનો વધારો થયો છે. આ ૯ હજાર ઓકસિજનની ટેન્ક ફકત ૭ દિવસમાં ઉભી કરવામાં આવી અને તમામ ખર્ચ કુરંગાની કંપની આર.એસ.પી.એલ. કંપની દ્વારા ઉઠાવામાં આવ્યો છે. આ ઓકસીજન ટેન્કનો વધારો થતા ૫૦ બેડ ઓકસિજન પણ વધી જશે અને દર્દીઓને વધુ સારી રીતે સારવાર મળી શકશે. અત્યારે હોસ્પિટલ ખાતે સરેરાશ ૫ થી ૭ હજાર લીટરનો ઓકસીજનો પ્રતિદિનનો વપરાશ છે. કોવિડ સેન્ટરમાં ૧૬ ડોકટરનો સ્ટાફ સતત દર્દીઓની સેવા કરી રહયા છે.

આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજા, પ્રાંત અધિકારીશ્રી ગુરવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સુતરીયા, મામલતદારશ્રી લુકા, આર.એસ.પી.એલ. કંપનીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS