BREAKING NEWS

સોશિયલ મીડિયા-ઓટીટી પર અશ્લીલતા બતાવાતી સાંસદ ગોહિલે વિરોધ નોંધાવ્યો

  • April 03, 2026 10:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નવી દિલ્હી: સોશિયલ મીડિયા અને ઓટીટી પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા વિરુદ્ધ કડક સજા માટે કાયદામાં સંશોધન માટે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં મજબૂત અવાજ ઉઠાવ્યો હતો.
આ વિષય પર કડક વલણ અપનાવતા શક્તિસિંહ ગોહિલે ગૃહ અને સરકારનું ધ્યાન દોરતા કહ્યું કે, આપણો દેશ સંસ્કૃતિ, સંસ્કાર અને મર્યાદા માટે સમગ્ર વિશ્વમાં જાણીતો છે, પરંતુ આજે ઘણા ઓટીટી પ્લેટફોર્મ્સ પર અશ્લીલતા પીરસવામાં આવી રહી છે. હું કર્ણાટક સરકારને અભિનંદન આપું છું- જ્યાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે  પ્લેટફોર્મ નહોતું, ત્યારે  યુપીએ સરકારે ઇન્ડિસેન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વુમન (પ્રોહિબિશન) એમેન્ડમેન્ટ બિલ, ૨૦૧૨ રજૂ કર્યું હતું. પરંતુ આ બિલ પસાર થઈ શક્યું ન હતું અને બીજેપી સરકાર આવ્યા પછી આ બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. હું સરકારને વિનંતી કરું છું-આ બિલ ફરીથી રજૂ કરવામાં આવે.‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’ની આડમાં એક સુનિયોજિત વલ્ગર ગેંગ આપણી યુવા પેઢીને માનસિક રીતે ખોખલી કરવાનું ષડયંત્ર રચી રહી છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ પર એલ્ગોરિધમ ડ્રાઈવન એજન્ડા ડમ્પીંગ દ્વારા અશ્લીલતા, નગ્નતા, ઓપન રિલેશન્સ અને વિકૃત કન્ટેન્ટને ન્યૂ નોર્મલ બનાવવામાં આવી રહ્યું છે. કેડી ફિલ્મનું ચુનરી ગીત હોય કે ટટીરી ટ્રેક, આ માત્ર મનોરંજન નથી પરંતુ યુવાનોના મન, શરીર અને આત્માને પ્રદૂષિત કરવાનું માધ્યમ છે જે સમાજમાં બળાત્કારી માનસિકતા’ના બીજ વાવી રહ્યા છે. ’સંસ્કાર’ અને ’સંસ્કૃતિ’ જ ભારતની કરોડરજ્જુ  છે, પરંતુ આજે એઆઈ ડીપફેક્સ અને સોશિયલ મીડિયા દ્વારા પવિત્ર સંબંધોને વિકૃત કરવામાં આવી રહ્યા છે.માત્ર પ્રતિબંધ મૂકવો એ કોઈ કાયમી ઉકેલ નથી, કારણ કે આ આધુનિક ’રાક્ષસો’ નવા નામો સાથે ફરીથી અવતરિત થઈ જાય છે. ’લાતોના ભૂત વાતોથી નથી માનતા’, તેથી હવે કાયદાનો વાસ્તવિક ડર ઊભો કરવો ફરજિયાત છે. ઈન્ડેસેન્ટ રીપ્રેઝેન્ટેશન ઓફ વુમન્સ (પ્રોહીબીશન) એકટ ૧૯૮૬ના દાયરાને વિસ્તૃત કરીને તેમાં તમામ ઑડિયો-વિઝ્યુઅલ અને ડિજિટલ માધ્યમોને આવરી લેતા તેને એક વિશેષ કાયદો જાહેર કરવામાં આવે, જેની સામાન્ય કાયદાઓ પર ઓવરરીડીંગ ઈફેક્ટ હોય. આ સાથે જ, નારી ગરિમા સાથે ચેડાં કરતા કન્ટેન્ટને અપલોડ કે પ્રસારિત કરવાને બિન-જામીનપાત્ર ગુનો ગણીને ન્યૂનતમ ૧૦ વર્ષની સખત કેદ અને એક કરોડ ‚પિયાથી વધુના દંડની જોગવાઈ હોવી જોઈએ. સમાજમાં હવસની આગ ફેલાવીને પોતાના ખિસ્સા ભરનારાઓની દરેક કમાણીને ગુનાની આવક માનીને તરત જ જપ્ત કરવામાં આવે અને ઝીરો મોનેટાઇઝેશન નીતિનો કડકાઈથી અમલ કરવામાં આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application