જામનગર, ધ્રોલ, જોડીયા તાલુકાના પેટાપરા વિસ્તારોમાં પાણી આપવા ધારાસભ્યની રજૂઆત

  • March 08, 2021 01:53 PM 

નલ સે જલ યોજના અંતર્ગત પાણી પુરવઠા મંત્રીને પત્ર પાઠવી વાસ્તવિકતા દશર્વિત) રાઘવજીભાઇ પટેલ

ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે જામનગર, ધ્રોલ જોડીયા તાલુકાના જે તે ગામના પેટાપરા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ન રહે તે અંગે ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને રજૂઆત કરેલ છે, જેમાં જે તે ગામના પેટાપરાઓમાં પાઇપ લાઇન નાખવાની જરીયાત હોય ત્યાં ગામના પાણીના ર્સોસ સાથે જોડતી પાઇપ લાઇન નાખી કાયમી પીવાનું પાણી મળી રહે તેમ રજૂઆત કરેલ છે, રજૂઆતમાં જણાવ્યા મુજબ લાખાબાવળના રબારીવાસ, ખેંગાર મોરીધાર, વાછરાડાડાના મંદિર પાસેનો વિસ્તાર, ફેકટરી બાજુનો વિસ્તાર તેમજ રાવલસર ચંદરીયા સ્કુલની બાજુમાં, ચંદરીયા સ્કુલની સામેનો વિસ્તાર, ગઢવીપરા, લાખાબાવળના પાટીયા પાસેનો દલીત વિસ્તાર તથા ચેલા-2ની પુર્વ અને પશ્ર્ચિમનો વિસ્તાર, ખીજડીયા નવાપરા વિસ્તાર, દરેડ સોસાયટી વિસ્તાર, મયુર ટાઉનશીપ, ત્રિશુલ પાર્ક, હરી પાર્ક, ત્રિશુલ રેસીડેન્સી, ખોડીયાનગર, નાઘેડી ગઢવી પરા વિસ્તાર, અવધનગરી, આંબેડકરકોલોની, ઢીંચડા રામળાપીર દરગાહની પાછળનો વિસ્તાર મારાજની કેબીનવાળો વિસ્તાર, રણજીતપર શંકરપરા વિસ્તાર (ધોરાવાડી), વાગડીયા ચારણવાસ, દિગ્વિજયગ્રામનો ભુંગા વિસ્તાર વોર્ડ નં.6 અને 8.

આ ઉપરાંત રવાણી ખીજડીયા ભરવાડ પ, ગામના પાદરથી અશ્ર્વિનસિંહ નીભાના ઘર સુધી, ગામના પાદરથી રામસંગ દિપસંગ ઘર સુધી, ઠેબા ખારા વિસ્તાર, હનુમાનની ડેરીવાળો વિસ્તાર, ભરવાડ વિસ્તાર, દલિત વિસ્તાર, ખીમલીયા ગણેશનગર (ધોરીવાવ), મોરકંડા જુદા-જુદા ચારણવાસ, અલીયાનું સીતારામનગર, બેડ રામેશ્ર્વરકોલોની, ધારવીયા કુટુંબની વાડી, બોરીવાવ, હડમતીયા વૃંદાવનનગર, નવા મોખાણા ચારણવાસ, ખીલોસ ભરવાડવાસ, ખંભાલીડા મોટાવાસ ધાર વિસ્તાર, હડીયાણાના સરદાર આવાસ યોજના વસાહત, હડીયાણાથી વાંધા ગામ સુધીની પાઇપ લાઇન, જોડીયા આઇટીઆઇ વિસ્તાર પાસે, સ્મશાન પાસે, ધ્રોલ તાલુકાના લૈયારાના જીલ્યા કુવાથી શ્યામનગર, અરજણનગર અને ધ્રોલ તાલુકાના જાયવાન ભુતળીવાડીથી આંબાભાઇ માવજીભાઇના મુંગરાના ફળી સુધી, સુધાધુનાના માર્ગે જેશાભાઇ લાલાભાઇના ઘરથી સરકારી જીલ્યા કુવા સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS