જોડીયા બંદર પર ડ્રેઝીંગનું કામ કરવા ધારાસભ્યની રજુઆત

  • July 17, 2021 01:19 PM 

રાઘવજીભાઇ પટેલએ સિક્કા, બેડી, સચાણા અને જોડીયાના માછીમારોના પ્રશ્ર્નોનો ઉકેલ લાવવાની મત્સ્યોદ્યોગમંત્રીને પત્ર પાઠવી કરેલી માંગણી

જામનગર જિલ્લાનું જોડીયા ગામ દરીયાકાંઠાના ખુબ જ નજીક આવેલ છે આ વિસ્તારમાં કોઇ મોટા ઉદ્યોગ ધંધા આવેલ નથી. અને 40ટકા વસ્તી માચ્છીમારીનો વ્યવસાય કરી ગુજરાન ચલાવે છે. અને જોડીયા બંદર પર આશરે 1500 જેટલી બોટ આવેલ છે પરંતુ બોટ લંગારવામાં ખુબ જ મુશ્કેલી પડે છે. માટે જોડીયા બંદર પર ડેઝીંગનું કામ કરવામાં આવે તો સહેલાયથી બોટ લંગારી શકાય જેથી જોડીયા બંદર ડ્રેઝીંગનું કામ કરવા રજુઆત કરેલ છે.

જામનગર જિલ્લાના સિક્કા, બેડી, સચાણા અને જોડીયા બંદરના માચ્છીમારોના પશ્ર્નો અન્વયે રજુઆત કરે છે કે આ ચારેય બંદરના વિસ્તારોમાં અમુક નોટીકલ માઇલ સુધી ટ્રોલીંગ કરવાની મનાઇ હોય છતાં ટ્રોલીંગની પ્રવૃતિ ચાલુ છે. આ ટ્રોલીંગની પ્રવૃતિનું કાયમી ઉકેલ લાવવો., જામનગર તાલુકાના સચાણા બંદરના તમામ માચ્છીમારોની બોટોનું ફરીથી રી-સર્વે કરવામાં આવે., સચાણા બંદરની જેટીની સાઇડોનું બાકી કામ તાત્કાલીક પુરુ કરવામાં આવે. સચાણા બંદર પર 10 વર્ષ અગાઉ વોચટાવર બનાવવામાં આવેલ આ વોચટાવરની લાઇટ ચાલુ હાલતમાં નથી જે ચાલુ કરવામાં આવે.

રાજયના દરિયાઇકાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં ચોમાસા દરમ્યાન પ્રતિબંધ મુકવામાં આવે છે. અને આ પ્રતિબંધનો ભંગ કરનાર સામે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો 2003ની કલમ 6/1 ના ભંગ બદલ કલમ 21/1 મુજબ ા. 10,000 દંડને પાત્ર થાય છે. પરંતુ જોઇ કોઇ માચ્છીમાર પ્રતિબંધનો ભંગ કરે તો તેમનું લાયસન્સ ત્રણ મહિના માટે રદ કરવામાં ાવે છે. જેનાથી તેના વ્યવસાયને મોટુ નુકશાન થાય છે. માટે મત્સ્યોદ્યોગ કાયદો 2003ની કલમ 6/1 ભંગ બદલ ા. 10,000 દંડ વસુલવામાં ાવે અને લાયસન્સ રદ કરવામાં ન આવે તેમ કાયદામાં સુધારો કરવામાં આવે તેમ મત્સ્યોદ્યોગ મંત્રીને રજુઆત કરેલ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)