જામજોધપુર ખાતે સબ ડિસ્ટ્રીક્ટ હૉસ્પિટલ ફાળવવા ધારાસભ્યની રજૂઆત

  • May 19, 2021 11:39 AM 

ચિરાગ કાલરિયાની નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂ કરી વાસ્તવિકતા

કોરોના મહામારીએ રાજ્યમાં ભરડો લીધો છે ત્યારે તમામ હૉસ્પિટલોમાં દર્દીઓની મોટી-મોટી લાઈન લાગી છે અને જામજોધપુર શહેરમાં નજીકમાં કોઈ જ સબ ડિસ્ટ્રીક્ટ  હૉસ્પિટલ ન હોય જેના કારણે કોરોનાના દર્દીઓને જામનગર આશરે 90 કિમી, પોરબંદર આશરે 85 કિમી, રાજકોટ આશરે 140 કિમી જેટલી દૂર હૉસ્પિટલોમાં લઈ જવામાં મુશ્કેલી પડે છે તેમજ ઘણાં ક્રિટીકલ કેસોમાં દર્દીઓના મૃત્યુના કિસ્સાઓ પણ સામે આવે છે.

જામજોધપુર શહેરમાં તાત્કાલિક અસરથી સબ ડિસ્ટ્રીક્ટ હૉસ્પિટલ ફાળવવામાં આવે તો આ વિસ્તાર તેમજ નજીકના 50 કિમીના ઍરિયામાં કોરોના તેમજ અન્ય બિમારીઓથી પીડાઈ રહેલાં દર્દીઓને તત્કાળ સેવા અને સારવાર મળી શકે એ માટે સબ ડિસ્ટ્રીક્ટ હૉસ્પિટલ ફાળવવા રાજ્યના આરોગ્ય મંત્રીને ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ રજૂઆત કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS