ગાંધીનગરમાં ધારાસભ્યોના ફલેટનો પ્રોજેકટ ૨૪૭ કરોડથી વધીને ૩૧૦ કરોડ પહોંચે તેવી શકયતા

  • November 28, 2024 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગરમાં ધારાસભ્યોમાટે લકઝુરિયસ લેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં તમામ પ્રકારની આધુનિક સુખ–સુવિધાવાળા ૩ બેડમ–હોલ અને કિચન સાથેના લેટ રહેશે. લેટમાં ફ્રન્ટ ઓફિસ, મુલાકાતીઓ માટે વેઇટિંગ એરિયા અને સંકુલમાં સર્વન્ટ કવાર્ટર્સ પણ રહેશે. આ લેટનો એરિયા ૨૧૦ ચો.મી.નો હશે. આ કોમ્પ્લેકસમાં એક એમ્ફિથિયેટર, સ્વિમિંગ પુલ, ઓડિટોરિયમ, લીલાછમ ઘાસવાળી લોન સહિતની સુવિધા રહેશે.
આ પ્રોજકેટની કિંમત અગાઉ . ૨૪૭ કરોડ નક્કી કરાઇ હતી પરંતુ હાલ તેની કિંમતમાં વધારો થઇને . ૩૧૦ કરોડ ઉપર પહોંચી ગયો છે. બિલ્ડિંગની કિંમત અંદાજે . ૨૦૩ કરોડ જેટલી થાય છે અને તમામ લેટમાં ફિકસ કરાયેલાં ફર્નિચર માટે . ૮૦ કરોડ મંજૂર કરાયા છે. તેમ છતાં રાય સરકારના મકાન અને માર્ગ વિભાગે એસેસરી માટે વધુ . ૩૦ કરોડની માંગણી સરકાર સમક્ષ મૂકી છે.
કેપિટલ ગાંધીનગરમાં ધારાસભ્યો માટે તૈયાર થઇ રહેલા લેટનું કન્સ્ટ્રકશન કામ હવે પુ થવાની તૈયારીમા છે.આ તમામ લેટના ઇન્ટિરિયર માટે એક કન્સલ્ટન્ટની નિમણૂંક કરી દેવાઇ છે, અને તમામ લેટમાં તદ્દન નવતર પ્રકારનું લાઇટ ફિટિંગ કરાશે .જો માર્ગ અને મકાન વિભાગની દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે તો આ પ્રોજેકટની કુલ કિંમત વધીને . ૩૧૦ કરોડ ઉપર પહોંચી જશે. આ સમગ્ર સંકુલમાં ૨૦૦ લેટ છે તેથી પ્રત્યેક લેટની કિંમત . ૧.૪૫ કરોડની આસપાસ થાય છે જે ખરેખર ખૂબ મોંઘા લેટ ગણી શકાય ગાંધીનગરમાં આ કિંમતમાં તો બંગલો મળી જાય છે એમ ભાજપના એક ધારાસભ્યએ કહેવુ છે
૧૨ ધારાસભ્યોની બનેલી એમએલએ રેસિડેન્સિયલ કમિટિની કાલે મળેલી બેઠકમાં વધારાના . ૩૦ કરોડની માંગણી માટે દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ આ લેટ સેકટર ૧૭માં બંધાઇ રહ્યા છે જે જૂના કવાર્ટર્સની તદ્દન નજીક છે. ધારાસભ્યો માટે નવા લેટ બાંધવાના પ્રોજેકટની દરખાસ્તને ૨૦૨૨ની વિધાનસભામાં મંજૂર કરવામાં આવી હતી. સમગ્ર સંકુલની જમીન ૨૦,૦૦૦ ચો.મી છે અને હાલના લેટ ૨૫ વર્ષ જૂના હોઇ તદ્દન જર્જરિત થઇ ગયા છે. તેથી સરકારે નવા લેટ બાંધવાનો નિર્ણય કર્યેા હતો.
૩ બેડમ–હોલ અને કિચનના લેટમાં ટ ઓફિસ, વેઈટિંગ એરિયા ઉપરાંત કોમ્પ્લેકસમાં સર્વન્ટ કવાટર્સ, એમ્ફિથિયેટર,કલબ, કોમ્યુનિટિ હોલ, પ્લે એરિયા, ગાર્ડન, કેન્ટિન અને લીલાછમ ધાસનો વિશાળ ખુલ્લ ો એરિયા છે.પ્રત્યેક ૯ માળના એવા કુલ ૧૨ ટાવર બનાવવામાં આવ્યા છે. પ્રત્યેક માળ ઉપર ફકત બે લેટ છે, આ સમગ્ર સંકુલમાં સ્વિમિંગ પુલ, ઓડિટોરિયમ સહિતની સુવિધાનો ભરમાર રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application