સલાયા બંદરને વિકસાવવા વિધાન સભામાં પ્રશ્ર્નો ઉઠાવતા ધારાસભ્ય

  • April 03, 2021 08:36 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલ સલાયા બંદરને વિકસાવવા સંબંધમાં ચાલુ વિધાનસભામાં પ્રશ્ર્નો પૂછી ધારાસભ્ય વિક્રમભાઈ માડમે જાણવા માંગેલ હતું કે, તા.31.12.2020ની સ્થિતિએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ સલાયા બંદરને વિકસાવવાની કાર્યવાહી કયા તબક્કે છે? ઉકત બંદરના વિકાસ માટે ઉકત સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો? અને સલાયા બંદરના વિકાસની કામગીરી ક્યાં સુધીમાં કેટલાં ખર્ચે પૂર્ણ કરવામાં આવશે?

ધારાસભ્યના પ્રશ્ર્નોના જવાબમાં સરકારમાં આવી બાબતો સંબંધનો હવાલો સંભાળતા મુખ્યમંત્રી દ્વારા વિધાનસભામાં જવાબમાં ંજણાવવામાં આવેલ છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા સલાયા ખાતે કેપટીવ બંદરીય સુવિધા વર્ષ 2017માં વિકસાવવામાં આવેલ છે. ઉકત બંદરીય સુવિધા ખાનગી મૂડી રોકાણથી વિકસાવવામાં આવેલ છે અને આ બંદરીય સુવિધા ડિસેમ્બર 2017થી કાર્યિન્વિત છે.

ઉપર દશર્વ્યિા મુજબની વિગતે ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા પૂછેલ પ્રશ્ર્નોના જવાબમાં મુખ્યમંત્રી (બંદરો)એ વિધાનસભામાં લેખિત જવાબમાં જણાવવામાં આવેલ છે. મુજબની અખબારી યાદી ધારાસભ્ય વિક્રમભાઈ માડમના કાયર્લિય દ્વારા આપવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS