18 વર્ષથી ઉપરના અને 45 વર્ષ કરતા નાની ઉંમરની દરેક વ્યીકતને કોવીડ 19નું વેકશીનેશન કરવા ધારાસભ્યની વડાપ્રધાનને રજુઆત

  • April 06, 2021 07:57 PM 

ખંભાળીયા ભાણવડના ધારાસભ્ય વિક્રમભાઇ માડમએ પત્ર પાઠવી દશર્વિી વાસ્તવિકતા

દેશમાં કોવીડ 19 મહામારી બીમારીના બીજા તબકકામાં મોટા પ્રમાણમાં ફેલાવા જઇ રહેલ છે. ત્યારે દેશની યુવા જનરેશન કે જેમની ઉમર 18 વર્ષ કરતાં વધુ અને 45 વર્ષથી ઓછી છે તેવા યુવાનો યુવતિઓ કે જેઓ તેમની ઉમરના હિસાબે દેશના મોટા ભાગનરાધંધા, નોકરીઓ, વેપારી ઉદ્યોગો સાથે જોડાયેલા છે. તેવા લોકો આ 18 વર્ષ અને 45 વષૃની વચ્ચેની વયમયર્દિામાં આવે છે. તેવા તમામ યુવાનો કે પીઢ મઘ્યમ વયના લોકો છે. તેવા બધાને રોજે રોજ કોઇને કોઇ કારણસર બહાર સત લોકોની વચ્ચે જવાનુ થતું હોય છે ત્યારે આ બધા લોકોએ ભારે ભીડભાડ વાળી જગ્યાઓ વચ્ચેથી તેમજ બસો, ટ્રેનો, કે એર દ્વારા ધંધાર્થે વારંવાર જવાનું તેમજ હરફર ફરજીયાત પણે રોજીરોટી કમાવા માટે કરવી પડે છે. ત્યારે અનેક લોકોના સંપર્કમાં આવવાનું થાય છે તેવા સમયે આ બધા યુવાનો યુવતિઓને આ કોવીડ 19 મહામારીથી સંક્રમીત થવાનો પણ ખુબ જ મોટો ભય ઉપસ્થિત થાય છે.

સફબફબ ઙઉપરોકત તમામ બાબતો ઘ્યાને લેતા મારી ભારત સરકાર તથા ગુજરાત સરકારને પણ નમ્ર ભલામણ છે કે આ 18 વષૃથી ઉપરની વયમાં આવતા તમામ યુવક યીંુષવકિતિઓને પણ આ કોવીડ 19ની મહામારીનું વેકસીનેશન કરવાનું તાત્કાલીક શરુ કરવામમાં આવે. કારણકે આ યુથ આપણા દેશની કરોડરજજુ છે. તેમજ સૌથીવધુ કોવીડ 19થી સંક્રમિત ભય ઉપસ્થિત થાય છે.

સબબ ઉપરોકત તમામ બાબતો ઘ્યાને લેતા મારી ભારત સરકાર તથા ગુજરાત સરકારને પણ નમ્ર ભલામણ છે કે આ 18 વર્ષથી ઉપરની વયમાં આવતા તમામ યુવક યુવતિઓને પણ આ કોવીડ 19ની મહામારીનું વેકસીનેશન કરવાનું તાત્કાલીક શરુ કરવામાં આવે. કારણકે આ યુથ આપણા દેશની કરોડરજજુ  છે. તેમજ સૌથી વધુ કોવીડ 19 થી સંક્રમિત થવાનો ભય પણ આ જ વય જુથના લોકોને છે.

દેશ આજે કોવીડ 19ની મહામારી તથા અને અનેક લોકોના મૃત્યુના ભય સામે જજુમી રહ્યો છે.  ત્યારે ખુબ જ મોટા પ્રમાણમાં વેકસીનેશન કાર્યને પહોંચી વળવા માટે યુદ્ધના ધોરણે ખાનગી તબીબી સેવાનો લોકો તથા હોસ્પિટલોને પણ રીકવીઝીટ કરી આ કાર્યમાં સહયોગ મેળવી શકાય.

આમ, ઉપરોકત તમામ બાબતો ઘ્યાને લેવા અને વહેલી તકે 18 વર્ષથી 45 વર્ષની વય જુથમાં આવતા લોકોને પણ વેકશીનેશન થાય તેવી ખંભાળીયા ભાણવડના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા રજુઆત કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS