જોડીયા તાલુકાના સામપર ગામે ૩૦ લાખના ખર્ચે નાના-મોટા વિકાસના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, સામપર ગામ વતી સરપંચ જીવરાજભાઈ ચોટલીયા દ્વારા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનું વાગતે-ગાજતે સ્વાગત કરવામાં આવેલ હતું.
સામપર ગામે વિકાસકામોના શુભ અવસરે ધારાસભ્ય સાથે જામનગર જિલ્લા પંચાયત સદસ્ય અને જામનગર જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેર પર્સન શ્રીમતી ચંદ્રિકાબેન અઘેરા જોડીયા તાલુકા પંચાયત સદસ્યો રેખાબેન એન પરમાર જોડીયા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ભરતભાઈ દલસાણીયા જેઠાલાલ અઘેરા કડિયા સમાજના આગેવાન હસમુખભાઈ રાઠોડ નરેન્દ્ર ભાઈ પરમાર જોડિયા તાલુકા પંચાયત પ્રમુખ પતિ દામજીભાઈ ચનિયારા તેમજ સામપર ગામના ગ્રામજનો વિશાળ સંખ્યામાં હાજર રહેલ તેમજ સામપર શાળા સ્ટાફ જોડીયા વિસ્તરણ અધિકારી વિનોદભાઈ ચૌહાણ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લે આભાર વિધિ સામપર ગ્રામ પંચાયત કચેરી સરપંચ જીવરાજભાઈ મનજીભાઈ ચોટલીયા દ્વારા આવેલ મહાનુભાવનો આભાર માનવામાં આવેલો હતો આભાર વિધિ બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરોગ્ય તંત્ર દ્વારા લૂ (હિટ વેવ) લાગવાથી રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર
April 24, 2025 11:06 AMગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી મળી જાનથી મારી નાખવાની ધમકી
April 24, 2025 11:04 AMરણજીતસાગર રોડ ઉપર સતત બીજા દિવસે દબાણ હટાવ ઝુંબેશ
April 24, 2025 11:00 AMજસદણ- વીંછિયા પોલીસે પકડેલા રૂ. ૪૪.૧૪ લાખના દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવાયું
April 24, 2025 10:59 AMકાલાવડમાં યુવાન પર ધોકાથી હુમલો કરી ધમકી દીધી
April 24, 2025 10:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech