દ્વારકા-જામનગર જિલ્લાની હોસ્પિટલોમાં તબીબોના મહેકમ અંગે વિધાનસભામાં પ્રશ્ર્નો પૂછતા ધારાસભ્ય

  • April 10, 2021 08:03 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને જામનગર જિલ્લામાં મુખ્ય મથક એવા ખંભાળિયા-જામનગર અને દ્વારકા શહેરમાં આવેલ સરકારી હૉસ્પિટલોમાં નિષ્ણાંત તબીબોની મંજૂર ભરેલી અને ખાલી જગ્યાઓ સંબંધમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા વિધાનસભામાં પ્રશ્ર્નો પૂછી જાણવા માંગેલ હતું કે, તા.31.12.20ની સ્થિતિએ દ્વારકા-જામનગર જિલ્લામાં જિલ્લાવાર સરકારી હૉસ્પિટલોમાં નિષ્ણાંત તબીબોનું મંજૂર મહેકમ કેટલું છે? આ પૈકી બન્ને જિલ્લામાં જિલ્લાવાર કયા પ્રકારના તબીબોની કેટલી જગ્યા ભરાયેલી છે અને કેટલી જગ્યા ખાલી છે? ઉકત ખાલી રહેલ જગ્યાઓ ક્યાં સુધીમાં ભરવામાં આવશે?

ધારાસભ્યના પ્રશ્ર્નોના જવાબમાં સરકારમાં આવી બાબતોનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી (આરોગ્ય) દ્વારા વિધાનસભામાં જવાબમાં જણાવવામાં આવેલ કે, તા.31.12.20ની સ્થિતિએ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં જિલ્લાવાર સરકારી હૉસ્પિટલોમાં નિષ્ણાંત તબીબોનું મંજૂર મહેકમમમાં દ્વારકામાં ર7 અને જામનગરમાં 1 મળી કુલ ર8નો સમાવેશ થાય છે.

દ્વારકા જિલ્લાની જિલ્લાવાર કયા પ્રકારના નિષ્ણાંત તબીબોની ભરાયેલ જગ્યા અને ખાલી જગ્યાની વિગતોમાં ફુલટાઈમ સર્જન, ઓર્થિેપેડિક સર્જન, ફીઝીશિયન, ઓપ્થલ્મીક સર્જન, રેડિયોલોજિસ્ટ, પૈથોલોજીસ્ટર, બાળરોગ નિષ્ણાંત, ગાયનોકોલોજીસ્ટ, એનેસ્થેટિસ્ટ, ડરમેટોલોજીસ્ટ, મનોરોગ ચિકિત્સક, ઈએનટી સર્જન, માઈક્રોવાયોલોજીસ્ટ અને ડેન્ટલ સર્જન મળી કુલ પાંચ બેઠક ખાલી છે.

નિમણૂંક પામેલ ઉમેદવારો દ્વારા નિમણૂંકોનો અસ્વિકાર, રાજીનામા તથા વય નિવૃત્તિના કારણે જગ્યાઓ ખાલી રહે છે. ડૉક્ટરોની ખાલી જગ્યાઓ, લાયકાત ધરાવતા ડૉક્ટરો ઉપલબ્ધ નથી, તુરંત જ ભરવામાં આવે છે. અન્ય જગ્યાઓ મંજૂર થયેલ મહેકમ પ્રમાણે જરિયાત અને ઉપલબ્ધિને ધ્યાને લઈ ભરવામાં આવે છે.

તેમ ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા પૂછાયેલ પ્રશ્ર્નોના જવાબમાં નાયબ મુખ્યમંત્રી (આરોગ્ય) દ્વારા વિધાનસભામાં લેખિત જવાબમાં જણાવવામાં આવેલ હોવાનું ધારાસભ્ય વિક્રમભાઈ માડમના કાયર્લિયની અખબારી યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS